સાઉથ આફ્રિકા સામેની ત્રણ વન-ડેની સિરીઝ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે રમાશે. પહેલી વન-ડે માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા બુધવારે રાંચી પહોંચી ગયા હતા. ગઈ કાલે બન્નેએ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વચ્ચેની પિચ પર નેટ સેટ કરીને બૅટિંગ-પ્રૅક્ટિસ શરૂ કરી હતી. બન્નેએ વારાફરતી નેટમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. નેટ-સેશન દરમ્યાન બન્ને એકબીજાની બૅટિંગ પણ નિહાળી રહ્યા હતા.
વન-ડે જંગની તૈયારી શરૂ કરશે
ટેસ્ટ-સિરીઝ રમીને આવેલી વન-ડે સ્ક્વૉડના ઑલમોસ્ટ તમામ પ્લેયર્સ પણ રાંચી પહોંચી ગયા છે. ગઈ કાલે મોટા ભાગના પ્લેયર્સે આરામ કરવાનું પસંદ કર્યું હતું. મેચના બે દિવસ પહેલાં આજથી આખી ભારતીય ટીમ મેદાન પર વન-ડે જંગની તૈયારી શરૂ કરશે.
ધોનીના ઘરે જમવા જશે રોહિત-વિરાટ સહિતની ભારતીય ટીમ?
ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડના રાંચીનો જ રહેવાસી છે. તે આજ-કાલમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને આખી ભારતીય ટીમને તેના ઘરે લંચ કે ડિનર માટે આમંત્રિત કરે એવી સંભાવના છે. ભારતીય ટીમ જ્યારે પણ રાંચી આવે છે ત્યારે ધોની ઘણી વાર ટીમને ડિનર માટે આમંત્રણ આપે છે.
ઓસ્ટ્રેલિયા સામે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું.
દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝ પહેલા,રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રમ્યો હતો.તેણે બીજી વનડેમાં 73 રન અને ત્રીજી વનડેમાં 121 રન બનાવ્યા હતા.આ કારણોસર,તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રુતુરાજ અને જયસ્વાલ ઇનિંગ્સ ઓપનિંગ માટે ઉપલબ્ધ છે.
નિયમિત કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં રમી રહ્યો નથી. આ કારણે, કેએલ રાહુલ કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગિલની ગેરહાજરીમાં રોહિત સાથે કોણ ઓપનિંગ કરશે.ટીમમાં રુતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ તરીકે બે બેટ્સમેન છે.આ બે ખેલાડીઓમાંથી કોઈપણને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.


