ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગનું માનવું છે કે રોહિત શર્મા હજુ પણ શાનદાર ખેલાડી છે અને તે 2027માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે તથા નામિબિયાની સંયુક્ત યજમાનીમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કરવાની જારી રાખી શકે છે.
રોહિતની કેપ્ટનશિપ હેઠળ ભારત વન-ડે વર્લ્ડ કપને બાદ કરતાં વ્હાઇટબોલની તમામ આઇસીસી ટૂર્નામેન્ટ જીતી ચૂક્યું છે. ભારત 2023માં ઘરઆંગણે રમાયેલી વન-ડે વર્લ્ડ કપને જીતવાની નજીક પહોંચી ગયું હતું પરંતુ ફાઇનલમાં તેનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. પોન્ટિંગે જણાવ્યું હતું કે રોહિત પોતાના ભવિષ્ય અંગે ઘણી બાબતોમાં સ્પષ્ટ છે. જો તમે પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં હોવ છો ત્યારે દરેક તમારી નિવૃત્તિની રાહ જોતા હોય છે. રોહિતે તેની નિવૃત્તિના તમામ પ્રશ્નો ઉપર પૂર્ણવિરામ મૂકવામાં હંમેશાં પ્રયાસ કર્યો છે. તેને ટીમનું નેતૃત્વ કરવાનું પસંદ છે અને તે 2027માં રમાનારો આગામી વન-ડે વર્લ્ડ કપ જીતવાનો ટાર્ગેટ રાખી રહ્યો છે.


