ભારતીય ટીમે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. આઇસીસી ચેરમેન જય શાહે સુકાની રોહિતને ટ્રોફી આપી હતી અને ત્યારબાદ તમામ ખેલાડીઓ સ્ટેજ ઉપર આવી ગયા હતા.
ટીમે સફળતાની ઉજવણી કરવાની શરૂઆત કરી કે તરત જ પેસ બોલર મોહમ્મદ શમી સ્ટેજ ઉપરથી નીચે ઊતરી ગયો હતો. ભારતીય ખેલાડીઓએ ચેમ્પિયનશિપ જીત્યા બાદ ટીમોની પરંપરા મુજબ શેમ્પેઇનની છોળો ઉડાવીને ઉજવણી કરી હતી પરંતુ શમી તેમાં સામેલ થયો નહોતો. ધાર્મિક માન્યતાઓના કારણે શમીએ ટૂંક સમય માટે સ્ટેજ છોડયું હતું. ઇસ્લામ ધર્મમાં શરાબને પ્રતિબંધિત માનવામાં આવે છે. નોંધનીય છે કે સેમિફાઇનલ દરમિયાન રમજાન મહિનામાં રોજા નહીં રાખવા બદલ કેટલાકે શમીની આકરી ટીકાઓ કરી હતી પરંતુ મોટી સંખ્યામાં લોકોએ શમીને સાથ આપીને જણાવ્યું હતું કે દેશને પ્રાથમિકતા આપવાના કારણે શમી રોજો રાખી શક્યો નથી અને કોઈ પણ ખેલાડી ખાધા પીધા વિના રમી શકતો નથી.


