રોહિત શર્મા ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી વખત ભારતીય ટીમનું નેતૃત્વ કરતો આગામી સમયમાં જોવા મળશે. તેની પાસે વધુ એક ICC ટાઇટલ જીતવાની તક હશે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે
રોહિત શર્મા વધુ એક ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે જોકે, રોહિત શર્માએ મોટી ટુર્નામેન્ટમાં કેપ્ટનશીપ કરી છે અને તેની પાસે પુષ્કળ અનુભવ પણ છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પહેલી વાર આ તક મળી છે. રોહિત શર્માએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો, હવે તેની પાસે બીજી ICC ટ્રોફી ભારતમાં લાવવાની તક છે. રોહિત શર્મા પહેલા પાંચ કેપ્ટનોએ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેપ્ટનશીપ કરી ચુક્યા છે. તેના રેકોર્ડ પર એક નજર કરીએ.
સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સંયુક્ત ચેમ્પિયન બની હતી. સૌરવ ગાંગુલીએ 2000 થી 2004 સુધી 11 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું અને 7 ચેમ્પિયન્સ ટ્રોફી મેચ જીતી હતી જ્યારે બેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચ એવી હતી જેના પરિણામનો નિર્ણય થઈ શક્યો ન હતો.
એમએસ ધોની
એમએસ ધોનીની ગણતરી ભારતના તે કેપ્ટનોમાં થાય છે જેમણે આઈસીસી ટ્રોફી જીતી છે. તે 2009 થી લઈ 2013 સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેપ્ટન હતો. આ સમયગાળા દરમિયાન, તેમણે આઠ મેચમાં કમાન સંભાળી અને છ જીતવામાં સફળ પણ રહ્યા. તેમની કેપ્ટનશીપ હેઠળ તેઓ ફક્ત એક જ મેચ હારી ગયા છે. .
રાહુલ દ્રવિડ
2006ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ રાહુલ દ્રવિડે કર્યું હતું. પછી તેમની કેપ્ટનશીપમાં ભારત ત્રણ મેચ રમ્યું અને ફક્ત એક જ મેચ જીતી શક્યું હતું બાકીની બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો. જો આપણે પહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ, જ્યારે તેનું ઉદ્ઘાટન વર્ષ 1998 માં થયું હતું, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતા. ભારતે તે વર્ષે બે મેચ રમી હતી. તેમાં એક જીત્યા અને બીજી હારી ગયા
રોહિત શર્મા
હવે રોહિત શર્મા કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ભારતે લીગ તબક્કામાં ત્રણ મેચ રમવાની છે. ભારતનો મુકાબલો પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે થશે. આ પછી પાકિસ્તાન સામે એક મોટી મેચ થશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ત્રીજી અને છેલ્લી લીગ મેચમાં એકબીજાનો સામનો કરશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચે છે, તો તેને વધુ બે મેચ રમવાની તક મળશે. રોહિત શર્મા પોતાના અનુભવના આધારે ટીમ ઈન્ડિયાને કેટલી આગળ લઈ જઈ શકે છે તે હવે આગામીં સમયમાં જોવાનું રહેશે.


