ક્રિકેટ મેચ રદ થવી એ કોઈ નવી કે મોટી વાત નથી.વરસાદ કે ખરાબ હવામાનને કારણે ઘણીવાર મેચ રદ કરવામાં આવે છે. કેટલાક પ્રસંગોએ પિચને ખતરનાક માનવામાં આવતા મેચ રદ કરવામાં આવી છે. ભાગ્યે જ ક્યારેક મેચ દરમિયાન રમખાણો કે ખલેલને કારણે કેટલીક મેચ રદ કરવામાં આવી છે.
મેચ દરમિયાન બોલ પિચમાં ઘૂસી ગયો
એડિલેડે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા.દરેક મેચની જેમ આ બ્રેક દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફ પિચનું સમારકામ કરી રહ્યા હતા
વિચિત્ર કારણોસર બીજી વખત મેચ રદ થઈ
મેચ દરમિયાન એક મોટી ઘટના બની હતી.અચાનક, એક બોલ પિચ તરફ આવ્યો અને તરત જ પિચ પર ફેરવવામાં આવતા રોલરની નીચે ફસાઈ ગયો .ભારે રોલરથી કચડાયેલો બોલ પિચમાં ઘૂસી ગયો, જેનાથી એક મોટો ખાડો પડી ગયો.WBBL માં આવા વિચિત્ર દ્રશ્યો ઘણીવાર જોવા મળે છે. વર્તમાન સિઝનમાં જ, જ્યારે જીતવા માટે ફક્ત ત્રણ રનની જરૂર હતી ત્યારે અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે હોબાળો મચી ગયો.
પિચ પર મોટો ખાડો પડી ગયો
બન્યું એવું કે બ્રેક દરમિયાન, કેટલાક ખેલાડીઓ મેદાનના એક ભાગમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અચાનક, એક બોલ પિચ તરફ આવ્યો અને તરત જ પિચ પર ફેરવવામાં આવતા રોલરની નીચે ફસાઈ ગયો. 1.ભારે રોલરથી કચડાયેલો બોલ પિચમાં ઘૂસી ગયો, જેનાથી એક મોટો ખાડો પડી ગયો. 2.મેદાનનો સ્ટાફ પિચની હાલત જોઈને દંગ રહી ગયો અને તરત જ તેને સુધારવાના પ્રયાસો શરૂ કરી દીધા.
આ પણ વાંચો -Rohit SHarmaએ ત્રીજી વનડેમાં રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો


