આગેવાનો દ્વારા જુગાર, નોનવેજ હાટડા, ડ્રગ્સ, ટ્રાફિક સહિતના પ્રશ્નોની રજૂઆત
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ નાં એ’ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી કે.જી.ઝાલા દ્વારા લોકદરબાર નું આયોજન કરાયુ હતું.જેમાં જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ઉપસ્થિત રહી સ્થાનિક આગેવાનોની રજુઆતો સાંભળી તેના યોગ્ય નિરાકરણ માટે તજવીજ હાથ ધરી હતી.દરમિયાન અમારી રજુઆતોને પોલીસ વડા દ્વારા ધ્યાને નહી લેવાયાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો.
લોકદરબારમાં આગેવાનો દ્વારા શહેરમાં દારુ જુગાર ની પ્રવૃતિઓ, ઠેરઠેર નોનવેજ નાં મંડાયેલા હાટડા, ડ્રગ્સ, ટ્રાફિક નાં મુદે રજુઆતો કરાઇ હતી.
શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ દ્વારા સરકારી હોસ્પિટલ ની પોલીસ ચોકી માં સ્ટાફ ની અછત અંગે રજુઆત કરતા એસપી.વિજયસિંહ ગુર્જરે હોસ્પિટલ ની પોલીસ ચોકી ચોવીસ કલાક ચાલુ રાખવા સ્થાનિક પોલીસ અધિકારીઓ ને સુચના આપી હતી.ટ્રાફિક સમસ્યા અંગે જીલ્લા પોલીસ વડા એ કહ્યુ કે નગરપાલિકાને સાથે રાખી શહેર નાં રાજમાર્ગોપર પીળા પટ્ટા મારવા,સ્કુલોમાં ટ્રાફિક અવર્નેશ અંગે કાર્યક્રમ યોજવા સહિત વ્યવસ્થા કરાશે.તેમણે સાયબર ક્રાઇમ ની ઘટના માં તુરંત 1930 નંબર પર જાણ કરવી તેવુ જણાવ્યું હતુ.વધુ માં નોનવેજ ની ગેરકાયદેસર લાયસન્સ વાળી દુકાનો ચેક કરવા પોલીસ તંત્ર ને સુચના આપી હતી.ઉપરાંત ગેરકાયદેસર ચાલતા સ્પા મસાજ પાર્લરો સામે કાર્યવાહી કરાશે તેવુ જણાવ્યું હતું.


