વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલની રેસમાંથી શ્રીલંકાની ટીમ બહાર થઈ છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચચે રમાયેલી મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે. જેથી શ્રીલંકાનું સેમીફાઈનલ રમવાનું સપનું અઘૂરૂં રહ્યું છે. આ મેચમાં પ્રથમ વખત ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટાઈમ આઉટ માટે અપીલ કરી હતી. જેથી ફિલ્ડ પરના અંપાયરે મેથ્યૂઝને આઉટ જાહેર કર્યો હતો.