- શ્રીલંકન નેવીએ બોટ સાથે માછીમારોની ધરપકડ કરી
- સીએમ સ્ટાલિને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખી વિગતો આપી
- આ અગાઉ પણ શ્રીલંકાએ ઘણીવાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે
શ્રીલંકન નેવીએ તેના જળવિસ્તારમાં માછલી પકડવા આવેલા તમિલનાડુના 22 માછીમારો વિરુદ્ધ પગલાં લીધા છે. રામેશ્વર માછીમાર સંઘ તરફથી આ જાણકારી સામે આી છે. તેમને જણાવ્યું કે હોડીમાં સવાર ઘણા માછીમારો શનિવારે તમિલનાડુથી સમુદ્રમાં ગયા માછીમારી ગયા હતા. જ્યારે માછીમારો પલ્કબે સાગર વિસ્તાર નજીક માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન શ્રીલંકન નેવીએ સવારે ત્યાં પહોંચીને બધા માછીમારોની ત્રણ હોડી સહિત તમામને ઝડપી લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો હતો
તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને 19 જૂનના રોજ કેન્દ્રીય વિદેશપ્રધાન એસ જયશંકરને પત્ર લખીને શ્રીલંકા દ્વારા પકડાયેલા તમામ માછીમારો અને તેમની માછીમારી બોટને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમના રાજ્યના ચાર માછીમારો કે જેઓ પુડુકોટ્ટાઈ જિલ્લાના કોટ્ટાઈપટ્ટિનમ ફિશિંગ બંદરેથી નીકળ્યા હતા તેઓને મંગળવારે શ્રીલંકન નૌકાદળે તમિલનાડુથી પકડી પાડ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે આવી ઘટનાઓ માછીમારોની આજીવિકા પર પણ અસર કરે છે અને માછીમાર સમુદાયમાં ભય અને અનિશ્ચિતતાની લાગણી પેદા કરે છે.
19 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી
એપ્રિલની શરૂઆતમાં, તામિલનાડુના કુલ 19 માછીમારોને શ્રીલંકાના કોલંબોથી એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઈટમાં ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ 6 માર્ચે શ્રીલંકાની નૌકાદળ દ્વારા સરહદ પાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 19 માછીમારોમાં માયલાદુથુરાઈના નવ, પુડુકોટ્ટાઈના ચાર અને પુડુચેરી રાજ્યના કરાઈકલના છનો સમાવેશ થાય છે. આ તમામ 6 માર્ચે બે બોટમાં બેસી દરિયામાં માછીમારી કરવા ગયા હતા.


