- લાલ સાગરમાં વધી રહ્યા છે હૂતીઓના હુમલા
- વેપારી જહાજોને હૂતીઓ બનાવી રહ્યા છે નિશાન
- લાલ સાગરમાં સુરક્ષા માટે શ્રીલંકા પણ મેદાને
શ્રીલંકા લાલ સાગરમાં વેપારી જહાજો પર હૂતી બળવાખોરોના થઈ રહેલા સતત હુમલાઓ સામે લડવા માટે નૌકાદળના જહાજને તૈનાત કરશે. દેશના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ આ અંગે માહિતી આપતા કહ્યું છે કે લાલ સાગરમાં હુતીઓના હુમલાથી વેપારી જહાજો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે જો જહાજોને દક્ષિણ આફ્રિકાના માર્ગે વાળવામાં આવે તો તે વધુ ખર્ચાળ સાબિત થશે. તેથી, લાલ સાગરમાં જહાજો પરના હુમલાને રોકવા માટે, શ્રીલંકાની નૌકાદળ લાલ સાગર તરફ જહાજ તૈનાત કરશે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક વેપાર માટે મુખ્ય જળમાર્ગની સુરક્ષામાં ભારત સહિત અનેક દેશોની સાથે શ્રીલંકા પણ સામેલ થશે.
લાલ સાગરમાં હૂતી બળવાખોરોનો આતંક
જણાવી દઈએ કે, ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ જેમાં ગાઝામાં હમાસ આતંકવાદી જૂથ વિરુદ્ધ કરવામાં આવી રહેલી સૈન્ય કાર્યવાહીનો ઈઝરાયેલ પાસેથી બદલો લેવાનો દાવો કરતાં ગત સપ્તાહે વેપારી જહાજો પર 20 થી વધુ હુમલા કર્યા હતા. આ હુમલાઓએ એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનની કિંમતમાં તીવ્ર વધારો કર્યો છે.
હૂતીઓ સતત બનાવી રહ્યા છે વેપારી જહાજોને નિશાન
મીડિયા અહેવાલ અનુસાર, લાલ સાગર પર બાબ અલ-મંડેબ દક્ષિણ ચોકપોઇન્ટ પર કેન્દ્રિત હુતી હુમલાઓએ જળમાર્ગમાં શિપિંગને વિક્ષેપિત કર્યું છે જે વૈશ્વિક વેપારના લગભગ 12 ટકા વહન કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદ્રોહી સમૂહ ગાઝા પત્તીમાં વધુ સહાયતા પહોંચે ત્યાં સુધી પોતાના હુમલા ચાલુ રાખશે. યુએસ સેન્ટ્રલ કમાન્ડનું કહેવું છે કે ગત મહિને દક્ષિણ લાલ સાગરમાં હૂતી વિદ્રોહીઓ દ્વારા દ્રોણ હુમલાઓના શિકાર થયેલ બે જહાજોમાં એક ઇન્ડિયન ફ્લેગ વાળું ક્રૂડ ઓઇલ ટેન્કર પણ સામેલ હતું.


