ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમ ભાગ લઇ રહી છે. પરંતુ આ 8 ટીમ સિવાય અન્ય બે ટીમ એવી છે જે ચર્ચાનો વિષય બની છે. આ ચર્ચાનું કારણ એટલા માટે છે કે આ બંને ટીમ એક-એક વાર વિજેતા ટ્રોફીનો ખિતાબ જીતી ચુકી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમ છે. 4-4ના બે ગ્રુપમાં આ ટીમને મુકવામાં આવી છે. ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેંડ અને બાંગ્લાદેશને મુકવામાં આવી છે. આજથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત થઇ રહી છે.
ખિતાબ જીતનાર ટીમ કેમ બહાર?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમ છે. 4-4ના બે ગ્રુપમાં આ ટીમને મુકવામાં આવી છે. ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેંડ અને બાંગ્લાદેશને મુકવામાં આવી છે. આજથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત થઇ રહી છે. પ્રથમ મુકાબલો મેજબાન ટીમ પાકિસ્તાન અને ન્યૂઝીલેંડ વચ્ચે યોજાવાનો છે. આ વખતે આ ટૂર્નામેંટમાં અફગાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમ ભાગ લઇ રહી છે. આ ટીમોએ હમણા સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પણ હાંસલ નથી કર્યો.
તો બીજી તરફ, શ્રીલંકા અને વેસ્ટઇન્ડીઝ જેવી પૂર્વ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા ટૂર્મામેંટની બહાર છે. આ ટીમોની ગેરહાજરીના કારણે ક્રિકેટ રસિકો પણ મુંઝવણમાં છે કેમ આ ટીમ પોતાનું પ્રદર્શન આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નથી કરી શકતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શ્રીલેકા અને વેસ્ટઇન્ડિઝની ટીમને બાકાત રાખવામાં આવી છે. આ બંને ટીમે 1-1 વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. વનડે વિશ્વ કપ-2023માં જે ટીમ ટોપ-8માં રહી હતી. માત્ર એ જ ટીમો આ ટૂર્નામેંટમાં રમી શકશે. શ્રીલંકા ટીમનું પ્રદર્શન વિશ્વ કપ-2023માં ખૂબ ખરાબ રહ્યુ છે. તેથી તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત વેસ્ટઇન્ડીઝની ટીમ વિશ્વ કપ-2023નો ભાગ રહી જ ન હતી.


