નાટો દેશોની ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે રશિયા એક એવું હથિયાર વિકસિત કરી રહ્યુ છે, જેની મદદથી તે પૃથ્વીની નિચલી કક્ષામાં હાજર એલન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ્સને તબાહ કરી શકશે, આ સમાચારને લઇને પશ્ચિમી દેશો કેમ ગભરાયા છે?
નાટોના બે સભ્ય દેશોની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે રશિયા એવું હથિયાર બનાવી રહ્યું છે, જેના દ્વારા તે એલન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ્સને નિશાન બનાવી શકે. સ્ટારલિંક સેટેલાઇટ્સની મદદથી જ યુક્રેનની સેનાઓ યુદ્ધક્ષેત્રમાં સંચાર કરવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં જો રશિયા સ્ટારલિંકને નષ્ટ કરી દે તો યુક્રેનની સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે ધરાશાયી થઈ શકે છે.
નાટો દેશોની ગુપ્તચર એજન્સીઓનો દાવો
પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓના દાવા મુજબ, નવા હથિયારથી રશિયા સ્ટારલિંક સેટેલાઇટ્સ પર હજારો છરા (શ્રેપનેલ) દ્વારા હુમલો કરી શકે છે, જેના કારણે સેટેલાઇટના ઘણા ભાગોને નુકસાન પહોંચશે અને તે કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે, અનેક નિષ્ણાતોએ રશિયા દ્વારા આવા હથિયાર બનાવવાની સંભાવના અંગે શંકા વ્યક્ત કરી છે.
સ્ટારલિંક સેટેલાઇટ્સથી યુક્રેનને મળે છે સંચાર સુવિધા
રશિયા એલન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ્સને મોટો ખતરો માને છે, કારણ કે સ્ટારલિંકના હજારો સેટેલાઇટ્સ પૃથ્વીની નીચલી કક્ષામાં તૈનાત છે અને યુક્રેનમાં સંચાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્ટારલિંક યુક્રેનની સેના તેમજ યુક્રેનના નાગરિકોને હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડે છે. જો સ્ટારલિંકને નિશાન બનાવવામાં આવે તો યુક્રેનને ભારે નુકસાન પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ડીલ પાક્કી, 15 વર્ષમાં 20 અબજ ડોલરનું રોકાણ કરાશે…


