- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
- પૂરક પરિક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે
- પરીક્ષાનું ફોર્મ 14 મેથી 21 મે સાંજે પાંચ વાગ્યા સુધી ભરી શકાશે
હાલમાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામને સુધારવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકે છે. જે અંતર્ગત પૂરક પરિક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે. આગામી 21 મેના સાંજના પાંચ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
આ તારીખ સુધી ફોર્મ ભરાશે
જોકે આ પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહ્યા હોય કે પછી એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા હોય તેઓ માટે માર્કશીટમાં સુધારણાને અવકાશ છે. જે વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ વર્ષ 2024ની પુરક પરીક્ષા આપી શકે છે. પોતાના પરિણામને સુધારવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ 12 સાયન્સની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પૂરક 2024 આપી શકે છે. પુરક પરીક્ષાનુ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. આ પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન કરવાની રહેશે. પરીક્ષાનું ફોર્મ તેમજ ફી 14 મે સાંજે 4 વાગ્યાથી 21 મે સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઈન ભરી શકાશે.
બોર્ડનો મહત્વનો નિર્ણય
આ વખતે બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે. જે મુજબ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી આખે આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં, આ બંને પરિણામમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે. સાથે ધોરણ 12 બાદ કરિયરને લગતા કોર્સમાં કે ACPCના કોર્સમાં પણ કે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.


