- શરીર માટે ફાયદાકાર છે એલોવેરા જયુસ
- શરીરને તાજગી અપાવશે એલોવેરા જયુસ
- સવારે ચા-કોફીની બદલે પીવો એલોવેરા જયુસ
એલોવેરાને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓના ઉકેલ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકો પોતાની સમસ્યા અનુસાર તેનો ઉપયોગ કરે છે. જો કોઈને પેટની સમસ્યા હોય તો તે એલોવેરા જ્યુસ પીવે છે. જો કોઈને સ્કિન અને ડેન્ડ્રફ સંબંધિત સમસ્યા હોય તો,તેનુ જેલ પોતાના ચહેરા અને વાળ પર પણ લગાવી શકે છે.
એલોવેરાના ફાયદા
અમે તમને જણાવી દઈએ કે, એલોવેરાના કેટલા ફાયદા છે,પરંતુ ચા-કોફીનુ સવારમા સેવન કરવુ તેના કરતા એલોવેરા જયુસથી શરૂઆત કરીએ તો સમગ્ર દિવસ તાજગીભર્યો રહે છે,સાથે સાથે આ જયુસ પીવાથી શરીરને પણ ઘણા ફાયદા થાય છે,બ્લડ પ્રેશર,સ્ક્રીન સારી રહેવી,પેટ ચોખ્ખુ આવુ તેમી તમામ બાબતો એલોવેરામા સમાયેલી છે.માટે સવારે ઉઠવાની સાથે એલોવેરા જયુસ પીવાથી શરીર માટે ફાયદાકારક રહેશે.
વિટામીન સી
વિટામીન સી ની ઉણપના કારણે ઘણી વાર આંખની તેમજ સ્ક્રીનની સમસ્યા ઉદ્ધભવતી હોય છે,જે લોકો આ રીતની સમસ્યાથી પિડાતા હોય તે લોકો માટે એલોવેરા બહુ ઉપયોગી બની છે. શરીરની અંદર આયરન અવશોષિત કરવામા પણ એલોવેરા ફાયદાકારક છે.એલોવેરા જ્યુસમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેમાં વિટામીન A, C, E અને B- કોમ્પ્લેક્સ વિટામીન તેમજ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે. ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળે છે.
એલોવેરાનુ સેવન કોને ના કરવુ
સગર્ભા સ્ત્રીઓએ એલોવેરાનો રસ પીવો જોઈએ નહીં. આનાથી ગર્ભપાત પણ થઈ શકે છે.એલોવેરાનો જ્યુસ વધુ પીવાથી શરીર પર દવાની અસર ઓછી થાય છે. એટલા માટે તેને પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે,
એન્ટીઓક્સિડેન્ટ
એલોવેરા એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ પૉલિફેનોલ્સ પર જઈ રહી છે. એન્ટી ઓક્સિડેન્ટની માત્રા વધે છે કારણ કે આ શરીરને ફ્રી રેડિકલ્સને અટકાવવાનું કામ કરે છે. એન્ટી ઓક્સિડેન્ટ થી મળતું કારણ કે આ જૂથ હેલ્થ માટે ફાયદાકારક છે.