અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાને શુભેચ્છાઓ પાઠવતા રાજકોટ જિલ્લા ભાજપના પ્રેસ મીડિયા અગ્રણી અરૂણભાઈ નિર્મળ અને પૂર્વ નાયબ કુલસચિવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કિરીટભાઈ પાઠક એ જણાવ્યું હતું કે પ્રશાંતભાઈ વાળા જેઓ દસ વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે સામાજિક જીવનમાં પ્રવેશ કરીને સેવા, સંઘર્ષ અને વિચારધારાને જીવનનો આધાર બનાવ્યો હતો.. વિદ્યાર્થી જીવન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે જુનાગઢ શહેરમાં ત્રણ વર્ષ સુધી સચિવ તરીકે કાર્ય કરી તેમણે વિદ્યાર્થી જાગૃતિ અને રાષ્ટ્રનિષ્ઠ વિચારધારાને પ્રોત્સાહન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર વિસ્તારના નાના રોકાણકારોના હિત માટે પ્રશાંત વાળાએ સતત જાગૃતિ કાર્યક્રમો યોજી નાણાકીય સાક્ષરતામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. જુનાગઢ અને રાજકોટ ખાતે ઇન્વેસ્ટર્સ મેલાનું આયોજન, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં રોકાણકાર વર્કશોપ તેમજ હેલ્પડેસ્ક દ્વારા રોકાણકારોની ફરિયાદો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો તેમણે સઘન પ્રયાસ કર્યો છે. આ કામગીરી દ્વારા તેમણે નાણાકીય સુરક્ષા અને જાગૃતિનો મજબૂત આધાર ઊભો કર્યો છે.


