- કેવડિયામાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય
- ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે હાલાકી
- દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ
કેવડિયામાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. તેમજ ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દૂરથી દેખાતુ બંધ
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાતું ગાયબ થયું છે. નર્મદા જિલ્લામાં ધુમમ્સ છવાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દૂરથી દેખાતુ બંધ થતા લોકોમાં અચરજ ફેલાઇ છે. ધુમમ્સના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે. દિવસે પણ લાઈટો ચાલુ રાખવી પડે છે. તથા ધુમમ્સના કારણે વિઝિબિલિટી 100 મીટર થઈ છે. રાજ્યના અનેક વિસ્તારમાં જાન્યુઆરી મહિના દરમિયાન માવઠું થવાની પણ શક્યતાઓ છે. ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.
14 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું
14 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમદાવાદમાં તાપમાન 16.2 ,ગાંધીનગરમાં 13.5, ભુજ 12.5 ડિગ્રી તાપમાન, કંડલા 13.7 ડિગ્રી તાપમાન, અમરેલી 12.9 ડિગ્રી તાપમાન, પોરબંદર 13.7 ડિગ્રી, રાજકોટ 12.6 ડિગ્રી તાપમાન , સુરેન્દ્રનગર 14.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગત વર્ષની સરખાણીમાં આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે.


