શાળાએથી છૂટી પરત ઘરે જતી વેળાએ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે બની ઘટના
રાજકોટના સ્ટર્લીંગ હોસ્પિટલની પાછળ ના ભાગે આવેલી રાજેશ્વરી સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો ધોરણ 11 માં અભ્યાસ કરતો પુત્ર ગઈકાલે બપોરના સમયે મિત્ર સાથે શાળાએથી છૂટી પરત ઘરે આવતી વેળાઈ ઇન્દિરા સર્કલ પાસે એકટીવાચાલક સાથે સામાન્ય અકસ્માત થયો હતો. તેનો ખાર રાખી રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે પહોંચેલા ધોરણ 11ના બંને છાત્રોને અટકાવી એકટીવા ચાલકે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના સ્ટર્લીંગ હોસ્પિટલ ની પાછળ રાજ રાજેશ્વરી પાર્ક શેરી નં.1 માં રહેતા ઘનશ્યામભાઈ રમણીકભાઈ બકરાણીયા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમનો 17 વર્ષીય પુત્ર શક્તિ સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે અને ત્યાં આવવા જવા માટે પ્લેઝર મોટરસાયકલ નો ઉપયોગ કરે છે. ગઈકાલે તેમનો પુત્ર પ્રિન્સ અને તેમનો મિત્ર હર્ષિલ આશિષભાઈ પરમાર બંને બપોરે 1:30 વાગ્યાના અરસામાં શાળાએથી છૂટીને પ્લેઝર બાઈક પર પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઇન્દિરા સર્કલ પાસે પહોંચતા વળાંક લેતી વેળાએ ડાબી બાજુથી આવેલા એકટીવા મોટરસાયકલ સાથે સામાન્ય અથડામણ થઈ હતી. બાદમાં બંને પોતાનું બાઈક લઇ આગળ નીકળી ગયા હતા. તે સમયે GJ 3 NJ 7102 નંબરનું એકટીવા લઈ ધસી આવેલા શખ્સે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બંને મિત્રોને અટકાવી બોલાચાલી કરી હતી અને તેમાં ઉશ્કેરાયેલા એકટીવા બાઈકના ચાલકે નેફામાંથી છરી કાઢી પ્રિન્સ ઉપર હુમલો કર્યો હતો પરંતુ તેણે બચાવમાં આડો હાથ કરતા કાંડાના ભાગે છરીનો ઘા વાગી ગયો હતો. બાદમાં ઝપાઝપી કરી એકટીવા ચાલક નાશી છૂટ્યો હતો. આ ઘટના મામલાની જાણ પ્રિન્સ ના પિતા ઘનશ્યામભાઈ ને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. બાદમાં ગાંધીગ્રામ પોલીસ મથકે જઈ એકટીવા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો