એલોન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સાથ છોડ્યો છે. અને તેમની સરકારને અલવિદા કહ્યુ છે. મસ્કે તાજેતરમાં યુએસ સરકારમાં તેમની ભૂમિકામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. હવે એલોન મસ્કની સાથે બીજી એક મહિલાએ વ્હાઇટ હાઉસથી પોતાને અલગ કરી છે. અને આ મહિલાનું નામ છે કેટી મિલર. જે હાલ ચર્ચાનું કારણ બની છે. જેના માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા એલોન મસ્ક વધુ મહત્ત્વના છે.
કેટી મિલર ટેસ્લા-સ્પેસએક્સની દુનિયામાં પ્રવેશ કરશે
કેટી મિલર, જેમણે અગાઉ ખાસ સરકારી કર્મચારી તરીકે સેવા આપી હતી. તેઓ મસ્ક સાથે નવી ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. જેમાં સંભવતઃ ટેસ્લા અને સ્પેસએક્સના મીડિયા સંબંધોનો સમાવેશ થાય છે. મસ્ક રાજકીય કામકાજ છોડીને પોતાની કંપનીઓ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સ્ટીફન મિલરની પત્ની કેટી મિલર એલોન મસ્કને પૂર્ણ રીતે ફોલો કરી રહી છે. સ્ટીફન મિલરની પત્ની કેટી મિલર, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી એટલે કે DOGEના પ્રવક્તા હતા. હવે તેઓ એલોન મસ્ક માટે પૂર્ણ સમય કામ કરવા માટે વ્હાઇટ હાઉસ છોડી રહ્યા છે. ટ્રમ્પ વહીવટમાં મસ્કની સલાહકાર ભૂમિકામાંથી સત્તાવાર રીતે વિદાય પછી આ મહિલા પણ ટ્રમ્પ સરકારને અલવિદા કહી રહી છે.
સ્ટીફનની રાજકીય સફર
કેટી મિલરના પતિ સ્ટીફન મિલર એ જ વ્યક્તિ છે જેને અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનો ‘માસ્ટરમાઈન્ડ’ કહેવામાં આવે છે. આ દિવસોમાં, અમેરિકામાં સરકાર અને માનવાધિકાર અને સ્થળાંતર સંગઠનો વચ્ચે ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર મોકલવા અંગે સંઘર્ષ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ અને વર્તમાન કાર્યકાળમાં સ્ટીફન ઘણા કઠિન નિર્ણયો લેવા માટે જાણીતા છે. સ્ટીફનને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે. અમેરિકન રાજકીય સલાહકાર સ્ટીફનને હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને હોમલેન્ડ સિક્યુરિટી એડવાઇઝરની જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટીફનનો જન્મ 23 ઓગસ્ટ 1985 ના રોજ કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં થયો હતો. તેમણે ડ્યુક યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. સ્ટીફન યહૂદી છે અને 16 વર્ષની ઉંમરે, તેઓ પહેલી વાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે તેમની શાળામાં દેશભક્તિના અભાવની ટીકા કરી હતી.