- વર્લ્ડ કપમાં સદી નોંધાવવા માટે સ્ટોક્સને 15 ઇનિંગનો સમય લાગ્યો
- વર્લ્ડ કપમાં બેન સ્ટોક્સે પાંચ અડધી સદી નોંધાવી છે
- 2019ના વર્લ્ડ કપમાં 66.42ની એવરેજથી 499 રન બનાવ્યા હતા
ઇંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે નેધરલેન્ડ્સ સામે પોતાની ટીમની છેલ્લી લીગ મેચમાં 84 બોલમાં 108 રનની ઇનિંગ રમી હતી. વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ સદી છે જે દરમિયાન તેણે વિશેષ સિદ્ધિ મેળવી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે દસ હજાર પ્લસ રન તથા 100 પ્લસ વિકેટ ઝડપનાર તે પ્રથમ ક્રિકેટર બની ગયો છે. 2019ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર સ્ટોક્સ નિવૃત્તિમાંથી યૂ-ટર્ન લઇને 2023નો વર્લ્ડ કપ રમવા આવ્યો હતો પરંતુ તે અપેક્ષા મુજબ રન બનાવી શક્યો નથી. તેણે 2019ના વર્લ્ડ કપમાં 66.42ની એવરેજથી 499 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં સદી નોંધાવવા માટે સ્ટોક્સને 15 ઇનિંગનો સમય લાગ્યો હતો. વર્લ્ડ કપમાં તેણે પાંચ અડધી સદી નોંધાવી છે અને તેનો હાઇએસ્ટ સ્કોર 89 રનનો રહ્યો છે.


