- બિલેશ્વર સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
- પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકસાન પહોંચાડ્યું
- સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
રાજકોટ પાસે વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો થયો છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનમાં હતા. ગૃહ રાજ્ય મંત્રી વંદે ભારત ટ્રેનના E1 કોચમાં હતા. ત્યારે રાજકોટ નજીક વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ થયો હતો.
બિલેશ્વર સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
બિલેશ્વર સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે સમગ્ર મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાત્રિના 9 વાગ્યા આસપાસની આ ઘટના છે. જેમાં પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી રાજકોટથી એસ.ટી બસમાં મુસાફરી કરી અમદાવાદ આવ્યા છે.
અમદાવાદ ઇસ્કોન ખાતે એસ.ટી બસ મોડી રાત્રે 2:45 કલાકે પહોંચ્યા
એસ.ટી બસ નંબર જીજે 07 વાય.ઝેડ 4346 (દ્વારકા-ગાંધીનગર)ની બસમાં રાજકોટ – ગ્રીન લેન્ડ – ચોટીલા હાઇવે – લીંબડી – બગોદરા – બાવળા – સરખેજ – ઇસ્કોન – નહેરુનગર – ગીતા મંદિર – રાણીપ – ગાંધીનગર તેમજ ચોટીલા – સાયલા વચ્ચે દર્શન હોટેલ પર હોલ્ટ કરી અમદાવાદ ઇસ્કોન ખાતે એસ.ટી બસ મોડી રાત્રે 2:45 કલાકે પહોંચ્યા હતા.


