- અમદાવાદ મુંબઈ મેઇન રેલવે ટ્રેક પર પથ્થર મુકાયા
- રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ પથ્થર મુક્યા
- ગુડ્ઝ ટ્રેનના લોકોપાયલટને કંઈક અથડાયુનું જણાવ્યું
ખેડામાં રેલવે ટ્રેક પર પથ્થર મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. જેમાં અમદાવાદ મુંબઈ મેઇન રેલવે ટ્રેક પર પથ્થર મુકાયા છે. રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ પથ્થર મુક્યા હતા. તેમાં ગુડ્ઝ ટ્રેનના લોકોપાયલટને કંઈક અથડાયુનું જણાવ્યું હતુ. ત્યારે એન્જિનિયર અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
પથ્થર તપાસતા 5થી 7 કિલોના પથ્થર હોવાનું સામે આવ્યું
પથ્થર તપાસતા 5થી 7 કિલોના પથ્થર હોવાનું સામે આવ્યું છે. તેથી નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખેડા નડિયાદ રેલવે ટ્રેક પર પથ્થર મૂકીને ટ્રેન ઉઠાવવાનો કારસો રચાયો છે. તેમાં અમદાવાદ મુંબઈ મેઇન રેલવે ટ્રેક પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો કારસો રચાયો છે. તેમાં નડિયાદ નજીક આવેલા ગોઠાજ પાસે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ 5 થી 7 કિલોના પથ્થર મુક્યા હતા. ટ્રેક પરથી પસાર થતી ગુડ્ઝ ટ્રેનના લોકોપાયલટને કંઈક અથડાયુ હોય તેમ લાગતા સ્ટેશન માસ્તરને જાણ કરી હતી.
નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
એન્જિનિયર અને રેલવે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તેમાં ટ્રેકના બંને છેડા પર મોટા મોટા પથ્થર મળી આવ્યા હતા. જે ટ્રેનને અથડાતા તૂટીને પડ્યા હતા. પથ્થર તપાસતા આશરે પાંચ સાત કિલોના પથ્થર હોવાનું જાણવા મળ્યું છે. આમ અજાણ્યા શખ્સોએ ટ્રેન અવરોધવાનો કારસો રચ્યો હોવાનું માલુમ પડતા રેલવે એન્જિનિયર દ્વારા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે.


