- સદ્દનસીબે માલવાહક ટ્રેન પાટા પરથી હેમખેમ પસાર થઈ ગઈ હતી
- મુસાફરોને હાનિ પહોંચાડવાનો ઈરાદો
- પોલીસની ટીમે સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી
ગોઠાજથી નડિયાદ અપટ્રેક પર ગત સાંજના સુમારે કોઈ અજાણ્યા ઈસમોએ રેલવેના પાટા પર 5 થી 7 કિલોના પથ્થરો મુકી દીધા હતા. સદ્નસીબે માલવાહક ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પરંતુ આ બાબત પાયલોટના ધ્યાને આવતા તેમણે ઉચ્ચકક્ષાએ જાણ કરતાં રેલવેની ટીમ અને પોલીસની ટીમે સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.
મહેમદાવાદ રેલવે કોલોની ક્વાર્ટરમાં રહેતા અને વડોદરા ડિવિઝનમાં રેલવે એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નવીનકુમાર ગુલાબચંદ રંજને આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ગત તા.16-12-23ના રોજ સ્ટેશન માસ્તર ગોઠાજે ફોન કરીને જણાવ્યું હતું કે અમદાવાદથી વડોદરા તરફ જવાના ટ્રેક પર અંધજ ગામ નજીક ગોઠાજ – નડિયાદ રેલવે સ્ટેશન વચ્ચે અપટ્રેક પરથી માલવાહક ટ્રેન પસાર થતીહતી દરમિયાન ટ્રેનના એન્જીનને કંઈક અથડાયું હતું. જેથી તેઓ સ્થળ પર પહોંચ્યા હતા.
જ્યાં રેલવેલાઈનની બાજુમાં નાના મોટા પથ્થરો પડેલા હતા. આશરે પાંચ સાત કિલોના પથ્થર ટ્રેન સાથે અથડાવવાને કારણે તૂટી જઈ ટુકડા થઈ ગયા હતા.
ટ્રેનના પાયલોટે જણાવ્યું હતુંકે ગોઠાજ રેલવેસ્ટેશનથી બે કિલોમીટર દૂર છે. ટ્રેન નીચે આવવાથી પથ્થરો તૂટી ગયા હતા. જે પાટા નજીકજ મુકેલા છે. જેથી આ મામલે નવીનભાઈએ ઉચ્ચ કચેરીએ જાણ કરી હતી.
કોઈ ઈસમે સાંજના 6-05 વાગ્યાથી 6-50 વાગ્યા દરમિયાન પથ્થરો મૂક્યા હતા.
રેલવે ટ્રેક ઉપર પથ્થરો મુકી રેલવેસંપત્તિને નુકસાન થાય અને મુસાફરોને હાનિ પહોંચે તે માટે કૃત્યકરેલ હોઈ આ મામલે નવીનભાઈની ફરિયાદને આધારે પોલીસે ભારતીય રેલવે અધિનિયમ 150(1)(અ) મુજબ ગુનો
નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


