- માથાભારે તત્ત્વો દાદાગીરી દેખાડી હપતાની માગ કરતા હોવાની રાવ
- પાંચાળ સિરામિક એસો. દ્વારા સ્થાનિક PIને આવેદનપત્ર અપાયું
- ફેકટરીના માલિકોને રંજાડવા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માગણી
થાનગઢમાં પાંચાળ સિરામિક એસોસીએશનના દ્વારા સીરામીક ફેક્ટરીમાં થતાં અસામાજિક તત્વોના ત્રાસને કાયમ માટે બંધ કરવાની માગણી સાથેનું આવેદનપત્ર થાન પોલીસ મથકે પીઆઈને આવેદનપત્ર સુપરત કરાયું હતું.
થાનગઢ વિસ્તારમાં સિરામિકનો એકમોનો મોટો ઉદ્યોગ આવેલ છે. ત્યારે અત્રેના સિરામિક વિસ્તારમાં અમુક સમય થાય એટલે કોઈપણ ફેક્ટરીમાં અસામાજિક તત્વો આવી તોડફેડ કરી, દાદાગીરી દેખાડી, દરરોજ કે મહિને મોટી રકમનો હપ્તો(ખંડણી)ની માંગણી કરે છે અને એ નહીં આપવામાં આવે તો માર મારવાની ધમકી અપાય છે. થોડા દિવસો પહેલા એસો.ના સભ્ય હમદાન સીરામીકમાં આવી જ ઘટના ઘટેલ છે. ત્યારે ફેકટરીના માલિકોને રંજાડવા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માગણી એસો. દ્વારા કરાઈ હતી.


