ફિ નિર્ધારણ કમિટી દ્વારા રાજકોટ સહિત રાજયભરની 5780 સ્કૂલને ઓનલાઇન મૂકી : વાલીઓ અને વિદ્યાર્થીઓ દરેક શાળાની ફિ વેબસાઇટ પરથી જોઇ શકશે : FRC દ્વારા મંજૂર કરાયેલી મૂળ ફિ વાલીઓથી છુપાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠયા બાદ એકશન
મોંઘવારી અને અદ્યતન સુવિધાની દુહાઇ આપી ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વધારો કરી વાલીઓ પાસેથી ઉઘરાણા કરવામાં આવતા તેની સામે હવે સરકારે લાલ આંખ કરી છે અને હવે ફી બાબતેની મનમાની સરકારે ખતમ કરી છે. વાલીઓ ઓનલાઇન ફિનું માળખુ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અગાઉ મોટાભાગની શાળાઓ નિયત ફી છુપાવતી હતી અને ફી છુપાવીને વાલીઓ પાસેથી વસૂલાતી હતી વધુ ફી અને વાલીઓ છેતરાય નહીં તે માટે FRCએ કર્યો નિર્ણય, 5780 ખાનગી શાળાઓની ફી frcgujarat.org પર જાહેર કરવામાં આવી છે.
ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા નક્કી કરાતી ફીના ઓર્ડર છૂપાવી વાલીઓ પાસેથી વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદો ખાનગી સ્કૂલોની સામે આવતી હોય છે. પરંતુ હવે રાજકોટ સહિત રાજ્યની એક પણ ખાનગી સ્કૂલ FRCએ નક્કી કરેલી ફી છુપાવી શકશે નહીં. વાલી અને વિદ્યાર્થીઓ સરળતાથી તેમની સ્કૂલની ઓનલાઇન જ ફી જોઈ શકશે. FRC દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર અત્યાર સુધીમાં ૫.૭૮૦ ખાનગી સ્કૂલોની ફ્રી જાહેર કરી છે.
ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ તમામ ખાનગી સ્કૂલોની ફી ઓનલાઈન જાહેર કરાઈ રહી છે. વાલીઓની ખિસ્સા ખંખેરતી ખાનગી સ્કૂલોને કંટ્રોલ કરવા માટે સરકાર દ્વારા વર્ષ-૨૦૧૭માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. કાયદો લાગુ થયો ત્યારથી લઈને આજદીન સુધી ખાનગી સ્કૂલો દ્વારા યેનકેન રીતે વાલીઓ પાસેથી વધુ ફી વસૂલવાના કારસ્તાન આચર્યા હોવાની ફરિયાદો ઊઠી હતી. સ્કૂલો દ્વારા અન્ય પ્રવૃત્તિઓના નામે, એડમિશન ફી તેમજ ટર્મ ફીના નામે વાલીઓ પાસેથી તોતિંગ ફી વસૂલવામાં આવતી હતી.
પરંતુ છેલ્લે સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદા મુજબ હવે FRCએ નક્કી કરેલ ફી સિવાલ સ્કૂલો વધારાનો એકપણ રૂપિયો વસૂલી શકતી નથી. એટલું જ નહીં, અગાઉ FRC દ્વારા સ્કૂલની ફી અંગેના જે ઓર્ડર જાહેર કરાતા હતા, એમાં એડમિશન અને ટર્મ ફી વસૂલવાની સ્કૂલોને છૂટ અપાતી હતી. પરંતુ હવે જાહેર થતાં ઓર્ડરમાં આ પ્રકારનો કોઈ જ ઉલ્લેખ કરાતો નથી. એનો મતલબ એ થાય થે કે, ઓર્ડરમા નક્કી કરેલી ફી સિવાય સ્કૂલો વધારાનો એકપણ રૂપિયો વસૂલી નહીં શકે. બીજી મહત્ત્વની વાત એ છે કે, FRC ફી નક્કી કરી દેતી. પરંતુ કેટલી ફી નક્કી થઈ એ અંગે વાલી તેમજ વિદ્યાર્થીઓ અજાણ રહેતા હતા.
સ્કૂલોની મનમાની હવે બંધ થશે
નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચનાને સ્કૂલો ઘોળીને પી જાય છે
પરંતુ હવે રાજકોટ સહિત રાજ્યની તમામ ખાનગી સ્કૂલોની નક્કી થતી ફી FRCની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાય છે. જેથી વાલી-વિદ્યાર્થી ફી અંગે સરળતાથી વાકેફ થઈ શકશે. નિયત ફી કરતાં જો સ્કૂલ દ્વારા વધુ ફી વસુલાતી હશે તો વાલીઓ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી શકશે. જેથી નિયત ફી કરતાં વધુ ફી વસૂલનારા સંચાલકોની આપ મેળે પોલ ઉઘાડી પડશે અને અધિકારી તેમજ નેતાઓ પણ આવી સ્કૂલોને બચાવી નહીં શકે.
આ રીતે જાણો ફિની વિગત
FRCની સત્તાવાર વેબસાઇટ ‘fregujarat.org’ પર તમામ ખાનગી સ્કૂલોની ફી જાહેર કરવામાં આવી છે. આ વેબસાઈટ પર જિલ્લો-મ્યુનિ, બોર્ડ, માધ્યમ અને સ્કૂલનું નામ નાખવાથી FRCએ નક્કી કરેલી ફીનો ઓર્ડર ખુલશે. આ ઓર્ડરમાં ધોરણ તેમજ વર્ષ વાઇઝ ફીનું માળખુ હશે. આથી વિદ્યાર્થી તેમજ વાલી FRCએ નક્કી કરેલી ફી જાણી શકશે.


