- લોસ એન્જલિસ કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ
- વીજળી ગુલ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો
- ગવર્નર ગેવિન ન્યુસોમીએ રવિવારે 8 શહેરોમાં ઇમરજન્સી જાહેર કરી
સોમવારે 5 ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલિસના અનેક વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. શહેરમાં થઈ રહેલ સતત વરસાદને કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. કેલિફોર્નિયામાં ભારે વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ હજારો ઘરોની વીજળી ગુલ થઈ જતાં અંધારપટ છવાઈ ગયો છે. જેને કારણે નાગરિકોએ અંધારામાં દિવસો પસાર કરવામાં પડી રહ્યા છે.
શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે 5થી 10 ઇંચ જેટલી વરસાદ થયો છે. આવનાર દિવસોમાં હજુ વધુ વરસાદ થશે તેવી સંભાવના સેવામાં આવી છે. લોસ એન્જલિસ અને કેલિફોર્નિયામાં તોફાની વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘરોની આસપાસ અને રસ્તાઓ પર કાદવકીચડનું સામ્રાજ્ય જામ્યું છે. આ દરમિયાન કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ રહી છે.

આ શહેરોમાં જાહેર કરાઇ કટોકટી
ભયંકર તોફાનની અસર અત્યારસુધી લગભગ 37 મિલિયન લોકો પર થઈ ચૂકી છે. ગવર્નર ગેવિન ન્યુસોમી રવિવારે કહ્યું હતું કે વરસાદના વધતાં પ્રકોપને જોતાં 8 મધ્ય અને દક્ષિણી કાઉન્ટીઓમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે.
ગવર્નર દ્વારા ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે તેવા શહેરોની વાત કરીએ તો લોસ એન્જલિસ, સાન બર્નાર્ડિનો, સાન લુઈસ ઓબિસ્પો, ઓરેન્જ, રિવરસાઇડ, સાન ડિએગો, સાન્ટા બાર્બરા, સધર્ન કેલિફોર્નિયા અને વેન્ચુરામાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
સાન્ટા બાર્બરામાં ફૂંકાઈ રહ્યો છે જોરદાર પવન
સાન્ટા બાર્બરામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં પૂરની સ્થિતિ નિર્માણ થયેલ છે. સાન્ટાના પોલીસ સાર્જન્ટ એથન રાગ્સડેલે એક ઇન્ટરવ્યૂમાં દરમિયાન જણાવ્યું કે આ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. દરમિયાન એક નીલગીરીનું ઝાડ વીજ લાઈન પર પડ્યું હતું. જેના કારણે વીજલાઇનને ઘણું નુકસાન થયું છે.
લાખો લોકો પૂરથી પ્રભાવી
નેશનલ વેધર સર્વિસએ સ્થિતિની જાણકારી શેર કરતાં કહ્યું છે કે પૂર હજુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કુદરતી આફતમાં 10 લાખથી વધુ લોકો ફસાયેલા છે.


