- કોંગ્રેસ નેતા સહિત કાઉન્સીલર બેઠકમાં ઘુસ્યા
- બજેટમાં કરેલા જાહેરાતનો હજૂ અમલ ન થતાં વિરોધ
- વિપક્ષ કોંગ્રેસે લગાવાયા ભાજપની નિષ્ફળતા બેનર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલું થવાની હતી. જેના પહેલા વિપક્ષ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં ધસી જઈ હોબાળો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓ દ્વારા ભ્રષ્ટ ભાજપ અને ભ્રષ્ટ મેયર ખુરશી છોડો, હાય રે મેયર હાય હાય, ભાજપ એટલે ભ્રષ્ટાચાર એવા નારા લગાવ્યા હતા.
વિચિત્ર રીતે રજુ કર્યો વિરોધ
આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપના સત્તાધીશો દ્વારા ચલાવવામાં આવનારી સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં ધસી જઈ અને હોબાળો કરવામાં આવ્યો હતો. જે મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિક્યુરિટી એજન્સીને જે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે તેવી સિક્યુરિટી એજન્સી આજે ઊંઘથી ઝડપાઈ હતી. દરવાજા બંધ કરવા જાય તે પહેલા જ કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં ઘૂસી ગયા હતા અને કબજો કરી લીધો હતો.
આ દરમિયાન AMC કોંગ્રેસના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બની વિરોધ દર્શાવી રહ્યા છે. જેના સાથે જ ચાલુ વર્ષે ભાજપ દ્વારા બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી હતી તેને લઇને સવાલો ઉભા કર્યા હતા.
જૂના વાયદા યાદ કરાવવામાં આવ્યા
આ સાથે જ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડિંગ કમિટી ભાજપ પક્ષને ચલાવવાનો કોઇપણ અધિકાર નથી. ભાજપ દ્વારા ગત વર્ષના બજેટમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે વાયદાઓ હજી સુધી પૂર્ણ કર્યા નથી અને હવે ચાલુ વર્ષે નવા બજેટ આમાં આવી રહ્યું છે, પરંતુ તેઓ દ્વારા હજી સુધી જુના વાયદા પૂરા કરવામાં આવ્યા નથી.

એટલું જ નહીં સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં 40 મિનિટ સુધી વિરોધ કર્યા બાદ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસે સમજાવી અને બહાર કાઢ્યા હતા. જોકે, કોંગ્રેસ દ્વારા જે પણ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તેને દૂર કરવાનો પ્રયાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમિશનર અને સિનિયર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બેસે છે તે ટેબલ ઉપર જ ભાજપ વિરુદ્ધના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.


