
સ્ટ્રીટ ફૂડ કૂકીંગ કોંટેસ્ટમાં બહેનો કોઈ પણ પ્રકારના સ્ટ્રીટ ફૂડ બનાવી વિજેતા બની શકે છે.
ભાગ લેનાર તેમજ વિજેતા બહેનોને ઈનામોથી નવાજવામાં આવશે.
સામાન્ય રીતે દરેક પ્રદેશની કંઈક વાનગી વખણાતી હોય છે. બોમ્બેના વડા પાંવ હોય કે કચ્છની દાબેલી હોય રાજકોટના ગાંઠીયા હોય કે ગોંડલના ભજીયા આ બધી જ વાનગીના કારણે એ પ્રદેશનું નામ જાણીતું છે. આ વાનગી એવી છે કે ભોજન ના સમય સિવાય ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય છે. રાજકોટમાં દર વર્ષે હોટેલ ફર્ન ખાતે ખાઓ ગલી નું આયોજન થાય છે ફૂડીઝ ઈન રાજકોટ તથા હોટલ ફર્ન દ્વારા આ બધા સ્ટ્રીટ ફૂડને એક અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. જેને રાજકોટની સ્વાદ પ્રેમી અને શોખીન જનતાએ સ્વીકારી લીધો છે.આ વર્ષે પણ ખાઓ ગલી શરૂ થઈ ગઈ છે તેની સાથે હોટલ ફર્ન, ફૂડીઝ ઈન રાજકોટ અને ફર્સ્ટ બ્રેકિંગ દ્વારા તારીખ 8 એપ્રિલ,સોમવારના રોજ બપોરે 3:30 વાગ્યા થી સ્ટ્રીટ ફૂડ કૂકીંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ વાનગી સ્પર્ધામાં બહેનો પોતાની રસોઈ કલા દર્શાવી શકશે.
આ વાનગી સ્પર્ધામાં બહેનો કોઈપણ પ્રદેશનું કોઈ પણ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ ઘરેથી બનાવીને લાવી શકશે 30 મિનિટનો ટાઈમ ડેકોરેશન અને એરેન્જ કરવા માટે આપવામાં આવશે તેમજ સ્વાદ દેખાવ અને અન્ય પાસા ધ્યાનમાં રાખીને ફર્ન હોટલના શેફ વાનગીને જજ કરશે. ભાગ લેનાર બહેનો તેમજ વિજેતા બહેનોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.આ બાબત કવિતાબેન રાયચુરા ભાવના બેન દોશી અને હેતલબેન માંડવીયાઍ જણાવ્યું હતું કે,” રાજકોટમાં સૌપ્રથમ વખત આ પ્રકારની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે જુદા જુદા પ્રદેશની અને જુદા જુદા પ્રકારના સ્ટ્રીટ ફૂડ વિશે લોકોને માહિતી મળશે તેમ જ સ્વાદ ચાખવા મળશે.બહેનો આ સ્પર્ધાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે અલગ જ પ્રકારના સ્ટ્રીટ ફૂડ અહીં જોવા મળશે એ બાબત એ વાત ચોક્કસ છે.રાજકોટની બહેનો રસોઈ કલામાં પારંગત છે જેથી આ કોન્ટેસ્ટ ખૂબ રસપ્રદ બનશે.”વધુ માહિતી અને જાણકારી મેળવવા 7984087232 અને 9265416564 પર સંપર્ક કરી શકાશે.