વિદેશમાં જવુ ત્યાં ભણવુ અને સારી નોકરી કરવી એ તમામ વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે. ત્યારે તેને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્ન વિદ્યાર્થીઓની સાથે તેમના માતા-પિતા પણ કરતા હોય છે. પરંતુ અમુક સંજોગોમાં વીઝા પ્રક્રિયાઓ ખૂબ જટીલ હોવાથી તેમને અનેક મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વિદેશ અભ્યાસ માટે આ 5 દેશ સ્વર્ગ સમાન છે. અને સરળ સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા અને ઉત્તમ શિક્ષણ માટે તમે અહીં પ્રયાસ કરી શકો છો.
ઉચ્ચ શિક્ષણનું હબ છે આ દેશો અને વિઝા પ્રક્રિયા છે સરળ
ફ્રાંસ, જર્મની, UAE, ફિલિપાઇન્સ અને પોલેંડમાં સ્ટુડેંટ વીઝા માટેની પ્રક્રિયા સરળ છે. અને વિના કોઇ મુશ્કેલીએ આ વિદ્યાર્થીઓ પોતાનું સપનું પૂર્ણ કરી શકે છે. ફ્રાન્સ તેના શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતો છે. ફ્રાન્સમાં શોર્ટ સ્ટે વિઝા, એન્ટ્રન્સ એક્ઝામ વિઝા અને રેસિડેન્સ પરમિટ વિઝા અને વર્કિંગ હોલિડે વિઝા ઉપલબ્ધ છે. ફ્રાન્સમાં વિઝા મળવાની શક્યતા 85 ટકા સુધી હોય છે અને તેનું કારણ એ છે કે અહીં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે બહુ ઓછા ડોક્યુમેન્ટ આપવા પડે છે. જર્મનીમાં સ્ટડી વિઝા વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે છે. જર્મનીનો વિઝા એક્સેપ્ટેંસ રેટ 90 ટકા છે. જો તમે STEM એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયનો અભ્યાસ કરવા જઇ રહ્યા છો તો તમને સ્ટુડન્ટ વિઝા સરળતાથી મળી જશે. ફિલિપાઇન્સમાં એવા વિદ્યાર્થીઓ માટે વિઝા સરળતાથી ઉપલબ્ધ છે કે જેઓ મેડિકલ અને હેલ્થકેર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગે છે. પોલેન્ડનું સુરક્ષિત વાતાવરણ ભારતીય વિદ્યાર્થીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. દેશમાં સ્વચ્છ અને સરળ વિઝા એપ્લિકેશન પ્રક્રિયા છે.
જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માગે છે તેમણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે ગમે તે દેશના સ્ટડી વિઝા મેળવો પરંતુ કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચો. સ્ટડી વિઝા મેળવવાના નામે છેતરપિંડીની ઘણી ઘટનાઓ બનતી હોય છે. લાખો રૂપિયાની છેતરપિંડી લોકો કરે છે અને તેમને સ્ટડી વિઝા નથી મળી શકતા, તેથી અમે તમને સલાહ આપીએ છીએ કે સ્ટડી વિઝા મેળવવા માટે યોગ્ય અને સીધો રસ્તો પસંદ કરો.


