- અયોધ્યા રામ મંદિરના 3 લાખ મંદિર બનાવવાનો ઓર્ડર મળ્યો
- બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી જેવા અનેક મંદિરો બનાવ્યાં
- સૌથી નાનું મંદિર 0 સાઈઝ, કિંમત 85 રુપિયા
અયોધ્યા રામ મંદરિ સમગ્ર દેશ અને વિશ્વમાં આજે કેન્દ્ર સ્થાન પર ચર્ચાનું કારણ રહ્યું છે. આજથી અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાત દિવસના સમારોહ અને પૂજાવિધીની શરુઆત થઈ ગઈ છે. રામ મંદિરને કારણે અયોધ્યામાં દિવાળી જેવો માહેલ બની ગયો છે. ત્યારે રુદ્રપ્રયાગમાં રહેતા એક કલાકાર દ્વારા રામ મંદિરના લાકડાનાં મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
સુભાષ તિવારી રુદ્રપ્રયાગ જિલ્લાના ચુન્ની ગામના
મળતી માહિતી મુજબ, રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠ બ્લોક પાસેના ચુન્ની ગામમાં રેહતાં સુભાષ તિવારીએ ભગવાન શ્રી રામના રામ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરી છે. સુભાષ તિવારીએ રામ મંદિરના લાકડાનાં નાના મંદિરો બનાવ્યાં છે. તેણે લાકડાં પર સુંદર કોતરણીકામ કરીને આ મંદિર તૈયાર કર્યાં છે અને સુભાષ તિવારી આ મંદિર બનાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યાં છે.
અયોધ્યા રામ મંદિરના 3 લાખ મંદિરનો ઓર્ડર મળ્યો
વધુમાં જાણવા મળ્યું છે કે, રુદ્રપ્રયાગના ચુન્ની ગામના સુભાષ તિવારીને અયોધ્યા રામ મંદિરના 3 લાખ મંદિર બનાવવાનો ઓર્ડર મળ્યો છે. સુભાષ પોતે લાકડાનાં વ્યવસાય સાથે જોડાયેલ છે. અન તેણે લગભગ 4 વર્ષ પહેલાં 12 લાખના ખર્ચે એક મશીન વસાવ્યું હતું અને પહાડોમાં પોતાનો ધંધો શરુ કર્યો હતો. તે ચારધામ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, સુવર્ણ મંદિર સહિત ઘણાં મંદિરો અને ગુરુદ્વારા બનાવવાનું કામ કરે છે. સુભાષ પાસે લાકડાં પર કોતરણી કરીને મંદિર બનાવવાની કળામાં નિપુણતા છે.
2013માં કેદારનાથ દુર્ઘટનામાં હોટેલ છીનવાઈ ગઈ
સુભાષે કહ્યું હતું કે, પહાડીઓના યુવાનો રોજગારની શોધમાં ગામ છોડીને જતા રહે છે. જેના કારણે તેમનું આંગણું ઉજ્જડ બની જાય છે. તેણે એ પણ જણાવ્યું કે તેણે દિલ્હી, ચંદીગઢ જેવા શહેરોમાં પણ કામ કર્યું છે, પરંતુ પહાડો પ્રત્યેનો તેમનો પ્રેમ તેને ક્યારેય પહાડોથી દૂર ન રાખી શક્યો. તેમના પિતાના અવસાન બાદ ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ કારણોસર તે 12મા પછી અભ્યાસ કરી શક્યો ન હતો. ઘણી સમસ્યાઓ હોવા છતાં, તેણે કેદારનાથ રોડ પર એક હોટેલ લીઝ પર લીધી હતી, પરંતુ 2013 ની દુર્ઘટનાએ તે છીનવી લીધી. આ પછી તેણે અન્ય શહેરોમાં કામ કર્યું, પરંતુ પછી ઘરે પરત ફર્યા.
દેશ – વિદેશના લોકો જોડાયેલ છે
સુભાષના કહેવા પ્રમાણે, વતન પરત આવ્યા બાદ તેણે સ્વરોજગાર શરૂ કર્યો અને આજે દેશ-વિદેશના ઘણા લોકો તેની સાથે જોડાયેલા છે. આ ઉપરાંત અનેક યુવક-યુવતીઓ તેમના ધંધા સાથે સંકળાયેલા છે જેના કારણે તેઓને રોજગારી પણ મળી રહી છે. તેમને અયોધ્યામાંથી 3 લાખ રૂપિયાનો રામ મંદિરનો ઓર્ડર મળ્યો છે. અમે તેને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છીએ.
સૌથી નાનું મંદિર 0 સાઈઝ, કિંમત 85 રુપિયા
તમને જણાવી દઈએ કે આ દુકાન પર અલગ અલગ સાઈઝના મંદિરો ઉપલબ્ધ છે. સુભાષે જણાવ્યું કે હાલમાં તેમની પાસે જે સૌથી નાનું મંદિર છે તેની સાઈઝ 0 છે, જેની કિંમત 85 રૂપિયા છે અને તે જ રીતે 5000 રૂપિયા સુધીના મંદિરો પણ ઉપલબ્ધ થશે. જ્યારે તેનું તમામ કામ ઓફલાઈન ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં તે પોતાનું કામ ઓનલાઈન શરૂ કરશે.


