By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જીવનમાં સફળતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સત્ત્વ, રજસ અને તમસ ગુણોનું સંતુલન અતિ મહત્વનું છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જીવનમાં સફળતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સત્ત્વ, રજસ અને તમસ ગુણોનું સંતુલન અતિ મહત્વનું છે

Editor
Last updated: 2026/01/05 at 6:00 PM
3 months ago
Share
જીવનમાં સફળતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સત્ત્વ, રજસ અને તમસ ગુણોનું સંતુલન અતિ મહત્વનું છે
SHARE

જીવનમાં સફળતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સત્ત્વ, રજસ અને તમસ ગુણોનું સંતુલન અતિ મહત્વનું છે.

~~~~~~~~~~~~~~~~~~~~

~ વિઠ્ઠલ વઘાસિયા

ભારતીય તત્વજ્ઞાનમાં, ખાસ કરીને સાંખ્ય અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં, સમગ્ર જગતને ત્રણ મૂળભૂત ગુણો વિશે સમજાવવામાં આવ્યું છે: સત્ત્વ (સતો ગુણ), રજસ (રજો ગુણ) અને તમસ (તમો ગુણ). આ ત્રણેય ગુણો કુદરતી, માનસિક અને આધ્યાત્મિક સ્તરે દરેક મનુષ્યમાં રહેલા છે. દરેકની અંદર આ ત્રણેય ગુણો છે, પરંતુ કયા ગુણનો પ્રભાવ વધુ છે તેના આધાર પર મનુષ્યનું વર્તન, વિચારધારા અને જીવનદૃષ્ટિ નક્કી થાય છે. આ ગુણો અગ્નિની ત્રણ અવસ્થાઓની જેમ છે – પ્રકાશ, શક્તિ અને અંધકાર. એમાંથી કોઈ એકને દૂર કરી શકાય તેમ નથી, પરંતુ એને જાણીને સંતુલિત કરવું એ જ જીવનનું મૂલ્ય છે.

૧. સત્ત્વ ગુણ (સતો ગુણ):

સત્ત્વ ગુણ શાંતિ, શુદ્ધિ અને પ્રકાશનું સ્વરૂપ છે. સત્ત્વ ગુણનું મુખ્ય લક્ષણ શાંતિ, સ્પષ્ટતા, પવિત્રતા, જ્ઞાન અને સંતુલન છે. સત્ત્વ ગુણ વ્યક્તિને સાચા માર્ગે, સત્ય તરફ અને માનવતાવાદી વિચારધારા તરફ દોરી જાય છે. આ ગુણ ધરાવતી વ્યક્તિના વિચાર સ્વચ્છ, ભાષા મૃદુ, અને વર્તન શિસ્તબદ્ધ હોય છે. સત્ત્વ ગુણ ધરાવતી વ્યક્તિ સકારાત્મક વિચારે છે. અજ્ઞાન કરતાં જ્ઞાનને પ્રાથમિકતા આપે છે. હાનિકારક અથવા હઠીલા નિર્ણયો લેતી નથી. આવી વ્યક્તિ સૌમ્ય, મૃદુ અને સમાધાન પ્રિય હોય છે. અન્યના સુખ માટે જીવતી હોય છે.

* સત્ત્વ ગુણના લક્ષણો: સત્ત્વ ગુણ ધરાવતી વ્યક્તિ પૂજા, જપ-તપ, યોગ-ધ્યાનમાં રસ ધરાવે છે. સેવા, દયા, ક્ષમાના ગુણ ધરાવે છે. દૂધ, ફળ, તાજાં શાકભાજી, અનાજ જેવો તેમનો સાત્વિક આહાર હોય છે.

* સત્ત્વગુણ જીવનમાં કેવો પ્રભાવ પાડે છે?

સત્ત્વ ગુણ વધે ત્યારે મનુષ્ય આત્મજ્ઞાન તરફ આગળ વધે છે. જીવનમાં સંતોષ, સ્થિરતા આવે છે. ઓરા મંડળ તેજ બને છે. વસ્તુઓનું યથાર્થ જ્ઞાન થવા લાગે છે. સ્વ-કલ્યાણની સાથે સાથે જગતકલ્યાણ કરવા પ્રેરાય છે.

૨. રજસ ગુણ (રજો ગુણ): ચંચળતા, ઈચ્છા અને પ્રવૃત્તિનું સ્વરૂપ છે. રજસ ગુણ ગતિ અને ઈચ્છાનું પ્રતિનિધિ છે. આ ગુણ વ્યક્તિને કાર્યશીલ બનાવે છે, પરંતુ સાથે સાથે અતિ ઈચ્છાઓ, લાલસા, મહત્વાકાંક્ષા અને અશાંતિ પણ પેદા કરે છે. રજોગુણી વ્યક્તિ હંમેશા કાંઈક હાંસલ કરવા, નામ મેળવવા, મોખરાનું સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરતી રહે છે. રજસ ગુણ ધરાવતી વ્યક્તિ સખત મહેનત કરે છે, પણ ઘણીવાર અશાંત જોવા મળે છે. પ્રતિષ્ઠા અને પ્રશંસાની ઈચ્છા વધુ હોય છે. સફળતા-અસફળતા એને માનસિક રીતે વધુ અસર કરે છે. ક્રોધ અને ઉત્સાહ વચ્ચે સતત ફેરફાર રહ્યા કરે છે.

* રજસ ગુણના લક્ષણો:

રજસ ગુણ ધરાવતી મોટે ભાગે વ્યક્તિ વેપાર અને સ્પર્ધામાં જોવા મળે છે. રાજકારણ તેમને ગમતી વાત છે. સત્તાની લાલસા રહ્યા કરે છે. દેખાવ અને નામ માટે કાર્ય

રજો ગુણી લોકોના આહારમમાં તીખાં, તેલવાળાં, મસાલેદાર અને ગરમ તેજાના યુક્ત વ્યંજનો વધુ હોય છે.

* રજસ માણસને શું આપે છે ?

રજસ માણસને પ્રગતિ તરફ પ્રેરિત કરે છે, નવા કાર્યો કરવા ઉત્સાહિત કરે છે. પરંતુ જો રજસ ગુણનો અતિરેક થાય તો મનુષ્ય તણાવ, ચિંતાઓ, હિંસા, અહંકાર અને અશાંતિમાં ફસાઈ જાય છે. એટલે રજસ જરૂરી છે, તેમ છતાં નિયંત્રિત રહેવું જરૂરી છે.

૩. તમસ ગુણ (તમો ગુણ):

તમો ગુણ એ અજ્ઞાન, આળસ અને અંધકારનું સ્વરૂપ છે. તમસ ગુણનું મૂળ સ્વરૂપ અંધકાર, આળસ, મોહ, ભય, અને સ્થિરતા છે. આ ગુણ શરીરને આરામ આપે છે, પરંતુ તે વધુ વધે ત્યારે મનુષ્યમાં નિષ્ક્રિયતા, અજ્ઞાન, તર્કહિનતા અને નૈતિક મૂલ્યોની અવગણના જોવા મળે છે. તમસ ગુણ ધરાવતી વ્યક્તિ નિર્ણય લેવામાં ધીમી હોય છે. જવાબદારીથી દૂર ભાગે છે.વિચારોમાં ગૂંચવાયેલી રહે છે. તેમનામાં આળસ અને ઉદાસીનતા વધારે હોય છે. નકારાત્મકતા અને અંધવિશ્વાસ તરફ વળે છે.

* તમસના ઉદાહરણો:

તમસ ગુણ ધરાવનાર વ્યક્તિ દારૂ, તમાકુ, ડ્રગ્સ જેવાં વ્યસનની ટેવ ધરાવે છે. આવી વ્યક્તિમાં અતિ નિંદ્રા હોય છે અને આળસુ હોય છે.અંધવિશ્વાસ ધરાવનાર હોય છે. નબળા સંસ્કાર ધરાવે છે.

તામસિક લોકોના આહારની વાત કરીએ તો તે વાસી અને પચવામાં ભારે ખોરાક ખાય છે.

* તમસનું પરિણામ શું થાય છે?

તમસ વધવાથી જીવનમાં નૈતિક મૂલ્યનો હ્રાસ થાય છે, સતત કંટાળો અનુભવે છે. તેમનામાં અનુશાસનનો અભાવ જોવાં મળે છે, અર્થહીનતા વધે છે. પરંતુ તમસને સંપૂર્ણ રીતે દૂર કરવો શક્ય નથી, કેમ કે શરીરને આરામ અને નિંદ્રા પણ તમસના કારણે જ મળે છે. એટલે તમસનું પ્રમાણ નિયંત્રિત અને સ્વસ્થ માત્રામાં જરૂરી છે.

* ત્રણેય ગુણો વચ્ચેનું સંતુલન:

જીવનમાં સફળતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આ ગુણોનું સંતુલન જ અત્યંત મહત્વનું છે.

વ્યક્તિએ રજસનો ઉપયોગ કર્મ માટે, સત્ત્વનો ઉપયોગ જ્ઞાન અને દિશા માટે તેમજ તમસનો ઉપયોગ શારીરિક આરામ માટે કરવો જોઈએ.

* આ ગુણોમાં વધારો કે ઘટાડો કેવી રીતે કરી શકાય ?

સત્ત્વ ગુણ વધારવો:

ધ્યાન, યોગ, સાત્વિક આહાર, સદ્ગ્રંથ વાચન અને સારા સંગ દ્વારા સત્વ ગુણ વધારી શકાય.

રજસ ગુણ વધારવો:

લક્ષ્યાંક નક્કી કરવો અને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો, કાર્યક્ષમતામાં વધારો કરવાથી રજસ ગુણમાં વધારો કરી શકાય છે.

રજસ ઘટાડવો: જરૂરી આરામ, મનને શાંત રાખવાથી અને ઈર્ષ્યા, ક્રોધ ઘટાડવાથી રજસ ગુણમાં ઘટાડો કરી શકાય છે.

તમસ વધારવો:

રાત્રે નિંદ્રા, શરીરને આરામ આપવાથી તમસ ગુણમાં વધારો કરી શકાય છે.

તમસ ઘટાડવો:

સવારનો સૂર્યપ્રકાશ લેવાથી, જરૂરી વ્યાયામ કરવાથી અને સકારાત્મક કાર્ય કરવાથી તમસ ગુણમાં ઘટાડો કરી શકાય છે.

નિષ્કર્ષ:

સત્ત્વ, રજસ અને તમસ – એ ત્રણેય ગુણો જગત અને મનુષ્ય સ્વભાવના આધારસ્તંભો છે. કોઈપણ ગુણ સારો કે ખરાબ નથી; તેનું અસંતુલન જ સમસ્યા છે.

જીવનમાં સત્ત્વનું પ્રમાણ વધુ, રજસનું નિયંત્રણપૂર્વક અને તમસનું જરૂરી માત્રામાં રહેવુ જ સર્વોત્તમ છે.

જો માણસ સત્ત્વને પોતાનું માર્ગદર્શક બનાવે, રજસને કાર્ય માટે વાપરે અને તમસને આરામ માટે નિયંત્રિત રાખે, તો તેનું જીવન સુંદર, સંતુલિત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બની શકે છે.

 

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
રાજકોટ

‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી

Editor By Editor 5 days ago
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?