- પાંડેસરામાં હાર્ટ એટેકથી યુવકના મોતની આશંકા
- વિરલ રાઠોડ નામનો યુવક ઘરે આરામ કરી રહ્યો હતો
- ગીતાનગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું મોત
સુરતમાં અચાનક બેભાન થયા બાદ યુવકનું મોત થયુ છે. જેમાં પાંડેસરામાં હાર્ટ એટેકથી યુવકના મોતની આશંકા છે. વિરલ રાઠોડ નામનો યુવક ઘરે આરામ કરી રહ્યો હતો. તેમાં ગીતાનગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડ અચાનક બેભાન થયો હતો. જેમાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
ગીતાનગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું મોત
શહેરના પાંડેસરા વિસ્તારમાં યુવકનું અચાનક બેહોશ થઇ જતા મોત થયુ છે. તેમાં પાંડેસરાના ગીતાનગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું મોત થયુ છે જેમાં હાર્ટ અટેકની આશંકા જણાઇ રહી છે. વિરલ રાઠોડ ઘરે આરામ કરી રહયા હતા ત્યારે રાત્રે બેહોશ થઇ ગયા હતા. જેમાં વિરલને સારવાર અર્થે 108 મારફત નવી સિવિલ ખસેડાયા હતા. તેમાં ફરજ પર હાજર ડોક્ટરે પાંડેસરા વિસ્તારમાં યુવકને મૃત જાહેર કર્યો હતો.
યુવાનના મોતથી પરિવાજનો શોકમગ્ન બન્યા છે
યુવાનના મોતથી પરિવાજનો શોકમગ્ન બન્યા છે. હાર્ટ એટેકમાં છાતીમાં અચાનકથી ખૂબ દુખાવો થાય છે. જો વ્યક્તિને યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ પણ બચી શકે છે નહીંતર જીવ પણ જઈ શકે છે. હાર્ટ એટેક તો ઘણા પ્રકારના હોય છે પરંતુ સ્ટેમી સૌથી ગંભીર અને જીવલેણ હોય છે. આ હાર્ટ એટેકમાં કોરોનરી આર્ટરી સંપૂર્ણરીતે બ્લોક થઈ જાય છે અને આર્ટરીમાં બ્લોકેજ અને લોહી જામવા લાગે છે.


