પાકિસ્તાન એક બાદ એક વિસ્ફોટોથી હચમચી ગયુ છે. છેલ્લા એક મહિનાની અંદર અનેક વિસ્ફોટો થયા છે. ગઇ કાલે ફરી એક વખત પાકિસ્તાનમાં પાકિસ્તાનની પેરામિલિટ્રી હેડક્વાટર પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો.
6 હુમલાખોરો આત્મઘાતી બોમ્બ બનીને આવ્યા
પાકિસ્તાનમાં એક બાદ એક હુમલા થઈ રહ્યા છે અને નિશાન પર સામાન્ય લોકો સાથે આર્મી, પેરામિલિટરી અને પોલીસના જવાનો પર પણ હુમલા થઇ છે. રવિવાર, 30 નવેમ્બરની રાત્રે બલૂચિસ્તાનના નોક્કુંડીમાં ફ્રન્ટિયર કોરના મુખ્ય મથક પર ફિદાયીન હુમલો થયો. આ મુખ્ય મથક પર 6 હુમલાખોરો આત્મઘાતી બોમ્બ બનીને આવ્યા અને એમાંથી એક આતંકવાદીએ મેન ગેટ પર પોતાને ઉડાવી દીધો. રિપોર્ટ ડોનના આધારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી દરમ્યાન ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.
હુમલો કેવી રીતે થયો?
6 આત્મઘાતી હુમલાખોરો માંથી એક વ્યક્તિએ મુખ્ય મથકના મુખ્ય દરવાજા પર પોતાને ઉડાવી દીધો. તે બાદ તરત રેપિડ ફોર્સના જવાનો જવાબી કાર્યવાહી પર ઉતર્યા અને ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા.સુરક્ષા દળો બાકી રહેલા આતંકીવાદીઓને નાબૂદ કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. છુપાયેલા બાકી આતંકવાદીઓને પણ નહી બક્સવામાં આવશે.આ ઘટના દરમિયાન અન્ય કોઈના હતાહત થવાની પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચોઃ ઇન્ડોનેશિયામાં પૂરના કારણે આખાને આખ ગામ ડૂબ્યા, મૃત્યુઆંક 300ને પાર, 279 લોકો હજુ પણ ગુમ


