ઉનાળાની ગરમીમાં ખોરાક થી લઈને કપડાં તેમજ આંખો અને ત્વચાનું રાખો ધ્યાન
ઉનાળો અતિશય ગરમીનો આકરો રંગ બતાવવા લાગ્યો છે. યલો,ઓરેન્જ અને રેડ એલર્ટ જાતજાતના ગરમીના રંગ બતાવશે ગરમીના પ્રારંભના દિવસોમાં ગરમી ઓછી હોય છે પરંતુ આ વખતે શિયાળામાં ઠંડી પણ ઓછી પડી અને ગરમી પણ અચાનક શરૂ થઈ ગઈ છે તેથી ઉનાળાના દિવસોમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે બહેનો પોતાના પરિવાર અને બાળકોનો ખ્યાલ રાખવા અમુક બાબતોનું ધ્યાન રાખી શકે.ઉનાળાની ગરમીમાં ખોરાક થી લઈને કપડાં તેમજ આંખો અને ત્વચાનું રાખો ધ્યાન
- ઉનાળામાં વધુ ચા કોફીનું સેવન ટાળો.ચા અને કોફીમાં હાજર કેફીન શરીરમાં પાણીનું સ્તર ઝડપથી ઘટાડે છે. જેના કારણે શરીર ડીહાઇડ્રેટ થવા લાગે છે અને થાક લાગે છે.
- ઓઈલી અને જંક ફુડથી રહો દૂર ઉનાળામાં ડાયેટિશિયનથી લઈને ડોક્ટર દ્વારા સુધી વધુને વધુ લિક્વિડ લેવાની સલાહ આપવામાં આવે છે. તેના બે ફાયદા છે. શરીરમાં પાણીની કમી નહીં થાય અને પેટ ભરેલું રહેશે. જેના કારણે જંક અને ઓઇલી ફૂડની લાલસા ઓછી થશે. ખરેખર, ઉનાળામાં તળેલા ખોરાકને કારણે પરસેવો થાય અને ગરમી વધુ લાગે છે.
- ગરમીથી બચવા , મોટાભાગના સમયે કોટનના ડ્રેસ પહેરવાનો પ્રયાસ કરો. તે પરસેવાને શોષવા ઉપરાંત શરીરમાંથી ચીપચીપથી પણ છુટકારો અપાવશે. લિનન, મલમલ કોટન જેવા કાપડ ઉનાળા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. આ ઉપરાંત ફુલ સ્લીવ ના કપડા પહેરવાનું રાખો.
- જ્યારે પણ ઘરની બહાર જાવ ત્યારે સ્પ્રે બોટલમાં ઠંડુ પાણી લઈ નીકળો. બહારની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે રૂમાલ પર ઠંડા પાણીનો સ્પ્રે લગાવો અને ચહેરા પર લગાવો. આનાથી તમે રાહત અનુભવશો.
- ખોરાકમાં ફ્રુટ નું પ્રમાણ વધારે રાખો જેથી પાણી જળવાઈ રહે પરંતુ તે ખ્યાલ રાખો કે ફ્રુટ બજારમાં ખુલ્લા સુધારેલા ન હોવા જોઈએ.
- બહાર નીકળો ત્યારે હંમેશા સન ગ્લાસ પહેરીને રાખો તેમાં માથું ઢંકાય તે રીતે ટોપી કે દુપટ્ટો કવર કરીને રાખો.