- પંત એક પગે ફિટ હોય તો ટીમમાં આવવું જોઈએઃ ગાવસ્કર
- પંત દરેક ફોર્મેટમાં ગેમ ચેન્જર છેઃ સુનીલ ગાવસ્કર
- હું પસંદગીકર્તા હોઉં તો તેનું નામ પહેલા રાખું
6 મહિના બાદ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર ટી20 વર્લ્ડ કપ રમાવવા જઈ રહ્યો છે પરંતુ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતના રમવા પર સવાલ છે. જો કે પંત ટી20 વર્લ્ડ કપમાં રમવાને લઈને પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે. લિટલ માસ્ટરનું માનવું છે કે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય સ્ક્વોર્ડમાં વિકેટકીપરની જગ્યાએ 1ને બદલે 3 ખેલાડીઓ વચ્ચે ટક્કર જોવા મળશે.
શા માટે ટીમ ઈન્ડિયા માટે ખાસ છે પંત
સુનીલ ગાવસ્કર ઈચ્છે છે કે ટી20 વર્લ્ડકપમાં ઋષભ પંત ટીમ ઈન્ડિયાનો ભાગ બને. તેઓએ કહ્યું કે હું પણ કેએલ રાહુલને વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં જોઈ રહ્યો છું. હું તેનના પહેલા એક વાત કહેવા ઈચ્છું છું કે જો પંત એક પગથી ફિટ છે તો તેણે ટીમમાં આવવું જોઈએ કેમકે તે તમામ ફોર્મેટમાં ગેમ ચેન્જર છે. જો હું પસંદગીકર્તાની ટીમમાં હોઉં તો તેનું નામ સૌથી પહેલા રાખું. આ સારું રહેશે અને સાથે સંતુલન પણ જળવાશે. તેઓએ એમ પણ કહ્યું કે પંત ટીમનો ભાગ હોય છે તો તમારી પાસે વિકલ્પ રહેશે કે ઓપનર કે મિડિલ ઓર્ડર બેટ્સમેનનો ઉપયોગ કરી શકાય છે.
તમારી પાસે વિકેટકીપિંગમાં એટલું કૌશલ નથી પણ…
લિટલ માસ્ટર કહે છે કે ટી20 વર્લ્ડકપ ટીમ પસંદકર્તા માટે ભારતીય ખેલાડીની વચ્ચે સારી રેસ છે. વિકેટકીપર તમામ 3 ખેલાડી સારા છે. અમે જિતેશ શર્માને જોયો છે, તે સારા ફિનિશર અને સ્ટ્રાઈકર છે. તેઓએ કહ્યું કે ટી20 ફોર્મેટમાં સામાન્ય રીતે વિકેટકીપર પાછળ રહે છે, એવું ઘણું ઓછું રહે છે કે સ્ટંપ નજીક હોય છે. આ માટે ભલે તમારી પાસે વિકેટ કીપિંગમાં કૌશલ નથી પણ બેટિંગ અને ફોર્મ છે તો ટીમમાં પરત આવી શકાય છે.


