અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું કે શુક્રવારે સ્ટારલાઈનર સ્પેસ ક્રાફટ સ્પેસમાંથી ધરતી પર આવવાની તૈયારી પૂર્ણ થઈ છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પાંચમી જૂને સ્ટારલાઈનરથી સ્પેસ સ્ટેશન ગયા હતા, પરંતુ ટેક્નિકલ ક્ષતિને લીધે બંને ધરતી પર ન આવી શક્યા. નાસાએ સ્ટારલાઈનરને ક્રૂ વગર સ્ટારલાઈનરને ધરતી પર લાવવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત વિલિયમ્સ અને વિલ્મોર આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સ્પેસ એક્સના ડ્રેગન કેપસ્યૂલમાં પરત આવશે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર શું કરશે?
બોઇંગની આ ઓટોમેટેડ કેપ્સ્યુલ ન્યૂ મેક્સિકોની વ્હાઇટ સેન્ડ મિસાઇલ રેન્જમાં ઉતરવાનો પ્રયાસ કરશે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ISS ની ભ્રમણકક્ષા લેબમાં રહેશે અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં SpaceX ના ડ્રેગન કેપ્સ્યુલ મારફતે પરત ફરશે.
ISS પર પહેલાથી જ 7 અવકાશયાત્રીઓની જેમ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને હવે પૂર્ણ-સમયના સ્ટેશન ક્રૂ સભ્યો ગણવામાં આવશે. તે ISSમાં પ્રયોગો અને જાળવણી કરશે અને તેના હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખવા માટે કસરત પણ કરશે.
સ્ટારલાઈનરનું પ્રથમ મિશન નિષ્ફળ થયું
સ્ટારલાઈનર બોઈંગનું બનાવેલું સ્પેસ ક્રાફ્ટ છે, જે મિશનના પ્રારંભથી ઘણી ટેક્નિકલ ખામીઓનો સામનો કરી રહ્યું છે. આની પહેલા વર્ષ-2019માં સ્ટારલાઈનરની પ્રથમ ટેસ્ટ ફલાઈટ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. બોઈંગની આ પ્રથમ કેપસ્યૂલ સોફટવેર એરરને લીધે સ્પેસ સ્ટેશન સુધી પહોંચી નથી શકી. ત્રણ વર્ષ પછી ફરી આ મિશનને લોંચ કર્યું જેમાં વધુ સમસ્યા સર્જાઈ હતી. જેના લીધે બોઈંગને આશરે એક બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
નાસાને સ્ટારલાઈનર પર ભરોસો નથી!
જો કે બાઈંગે સતત થ્રસ્ટર ટેસ્ટ કર્યા અને તેની માહિતીનું એનાલિસિસ કરી ભરોસો વ્યકત કર્યો છે કે સ્ટારલાઈનર સ્પેસક્રાફટ બંને અવકાશયાત્રીઓને સલામત રીતે ધરતી પર પાછા લાવવા સક્ષણ છે. પરંતુ નાસાએ આનાથી ઈનકાર કરી દીધો છે. નાસાએ આને અસલામત માનતા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્ટારલાઈનરને પરત નહિ લાવવાનો નિર્ણય કર્યો છે.
નાસાએ પોતાના નિર્ણની જાણકારી આપતા કહ્યું કે બંને અવકાશ યાત્રિકોને સ્પેસ એક્સથી ફેબ્રુઆરી-2025માં પરત લવાશે અને સ્ટારલાઈનર જે ક્ર વગર પરત લાવવા સક્ષમ છે. તેને ખાલી જ પરત આવવું પડશે. જો કે બંને અવકાશયાત્રીને બ્લૂ રંગના બોઈંગ સ્પેસસૂટ અને કેટલાક જૂના ઉપકરણોને પણ સ્ટારલાઈનરથી પરત લઈ જવાશે. નાસાએ આશરે એક દાયકા પહેલા બોઈંગ અને સ્પેસ એક્સને કોમર્શિયલ ક્રૂ ફલાઈટ માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. સ્પેસ એક્સે વર્ષ-20202માં જ આનો પ્રારંભ કર્યો હતો. અને અત્યાર સુધી તે નાસા માટે નવ ખાનગી ગ્રાહકો માટે ચાર ક્રૂ ફલાઈટ અવકાશમાં મોકલી ચુક્યું છે.


