ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ વિશે સતત નવી માહિતી બહાર આવી રહી છે. 8 મહિનાથી અવકાશમાં અટવાયેલી સુનીતાને હવે NASAએ નવી જવાબદારી સોંપી છે.
અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 8 મહિનાથી અવકાશમાં અટવાયેલી સુનીતાને નાસાએ હવે નવી જવાબદારી સોંપી છે. સુનિતાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની કમાન્ડર બનાવવામાં આવી છે. આ બીજી વખત છે જ્યારે સુનીતા ISSની કમાન સંભાળી રહી છે. આવો જાણીએ તેમને આ જવાબદારી શા માટે આપવામાં આવી.
સુનિતાને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની કમાન્ડર બનાવવામાં આવી છે નાસાએ જાહેરાત કરી છે કે, સ્પેસ સ્ટેશન પર આયોજિત એક સમારોહમાં રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કોએ સ્પેસ સ્ટેશનની કમાન સુનિતા વિલિયમ્સને સોંપી દીધી છે. આ બીજી વખત છે જ્યારે સુનીતા ISSની કમાન સંભાળી રહી છે. તેમણે છેલ્લે 12 વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો હતો. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કમાન્ડર તરીકે તેમની મુખ્ય જવાબદારી સ્પેસ સ્ટેશન પર સુરક્ષા જાળવવાની રહેશે.


