- નાસાનું બોઈંગ-સ્ટારલાઈનર મિશન હજી સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું
- લાંબા સમય સુધી અવકાશમાં રહેતા યાત્રીઓને શરીરને ગંભીર નુકસાન વેઠવું પડે છે
- સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરનું શરીરની નસોનું સ્કેન કરાયું
અમેરિકી સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે, નાસાનું બોઈંગ-સ્ટારલાઈનર મિશન હજી સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું. પાંચમી જૂને સ્ટારલાઈનર અવકાશમાં રવાના થયા પછી છઠ્ઠી જૂને સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. જો કે આ મિશન માત્ર એક અઠવાડિયાનું હતું પરંતુ આ બંને અવકાશયાત્રી સ્પેસ સ્ટેશન પર ફસાઈ ગયા છે.
લાંબા સમય સુધી અવકાશમાં રહેવા દરમિયાન અવકાશની અસર શરીર પર ઘણા પ્રકારે પડતી હોય છે. હાડકા નબળાં, ચહેરા પર સોજાની અસર સામાન્ય છે. અવકાશ પૃથ્વીથી જુદી અનોખી દુનિયા છે. પરંતુ જ્યારે તમે સ્પેસમાં ગયા કે તમારા શરીર પર કેટલાક પરિવર્તન આવવાના શરૂ થઈ જતા હોય છે. સુનિતા વિલિયમ્સ ઘણા અઠવાડિયાઓ સુધી સ્પેસમાં ફસાઈ ચુકી છે. જો કે વ્યકિત સ્પેસમાં લાંબા ગાળા સુધી રહે તો તેના આરોગ્ય અને શરીર પર શું અસર થાય? જાણો.
નાસાએ સાત ઓગસ્ટે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત ધરતી પર લાવવા સ્ટારલાઈનર સિવાય બીજા વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ. નાસાએ સંકેત આપ્યા કે બંને વર્ષ-2025 માં સ્પેસએક્સ સ્પેસ ક્રાફટથી પૃથ્વી પર પરત લવાશે, પરંતુ હજી સુધી આ વાત નક્કી નથી થઈ શકી.
અવકાશમાં શરીરની નસોનું સ્કેન
સ્પેસ સ્ટેશનમાં રહેવા દરમિયાન સુનિતા વિલિયમ્સ અને તેના સહયોગી બુચ વિલ્મોરની નસોનું સ્કેનિંગ કરાચું છે. 18 જુલાઈએ નાસા તરફથી જાહેર એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે જમીન પર હાજર તબીબોએ નિરીક્ષણ કર્યું છે. કારણ કે, બંનેએ એકબીજાના ખભા, પગની નસોનું ઈમેજિંગ કર્યું હતું. આનાથી એ સમજવમાં મદદ મળી કે માઈક્રોગ્રેવિટી માનવના શરીરને કઈ રીતે અસર કરે છે.
ચહેરા પર સોજા
લોહી અને શરીરનો તરલ પદાર્થ ગ્રેવિટીથી શરીરના નીચલા ભાગમાં ખેંચે છે. જ્યારે તમે અવકાશમાં જતા હોવ તો ત્યાં ગ્રેવિટી નબળી થઈ જતી હોય છે. જેથી તરલ પદાર્થ નીચે તરફ નથી ખેંચાતો અને તરલ પદાર્થ શરીરના ઉપરના ભાગે જમા થતો જાય છે. આ કારણથી અવકાશમાં ચહેરો સુજી જતો હોય છે. નાકનું મ્યુકસ મેંબરેન પણ સુજી જાય છે. એટલે અવકાશયાત્રીઓનું નાક ઘણીવાર બંધ થઈ જતું હોય છે.
નાસાના જણાવ્યા પ્રમાણે પૃથ્વી પર રેડિએશનના સંપર્કમાં આવતા માનવ વસ્તીમાં કૅન્સર અને ડિઝનરેટિવ બીમારીઓ જેવી કે હૃદયની બીમારી, મોતિયાનું જોખમ વધી ગયું છે. અકાશમાં રેડિએશનના સંપર્કમાં આવવાથી અવકાશયાત્રીઓ માટે આરોગ્યનું જોખમ લાંબા ગાળા સુધી સંકળાયેલું રહે છે.
નબળાં હાડકાં
સ્પેસમાં રહેવા દરમિયાન ઓછી ગ્રેવિટીમાં લાંબા સમય સુધી રહેવાથી હાડકાનું ઘનત્વ અને શક્તિને નુકસાન થવું જોખમ ખૂબ વધી જાય છે. જેથી અવકાશયાત્રીઓની કરોડરજ્જના હાડકાં દર મહિને એકથી બે ટકા સુધી હાડકાનું ઘનત્વ ગુમાવી શકે છે.
અવકાશયાત્રીઓ જ્યારે સ્પેસમાંથી પૃથ્વી પર પાછા ફર્યા પછી હાડકાંને જે નુકસાન થાય છે તે સંપૂર્ણપણે રિપેર થઈ શકતું નથી. જો કે, અસ્થિભંગનું જોખમ ઊંચું નથી. માઈક્રોગ્રેવીટી પણ સારા આહાર અને કસરતની દિનચર્યા વિના અવકાશયાત્રીઓના સ્નાયુઓને પૃથ્વી કરતાં વધુ ઝડપથી નબળી પાડે છે.
અવકાશયાત્રીઓ તંદુરસ્ત રહેવા શું કરે છે?
અવકાશયાત્રીઓ અવકાશમાં અને પૃથ્વી પર પાછા ફર્યા પછી સ્વસ્થ રહેવા માટે અમુક પ્રક્રિયાઓ, વ્યૂહરચના, દવાઓ, વ્યાયામ દિનચર્યાઓ વગેરેનું પાલન કરે છે, જેને કાઉન્ટરમેઝર્સ કહેવાય છે. વધુમાં, નાસા અવકાશયાન માટે મેડિકલ ડેટા આર્કિટેક્ચર વિકસાવવા પર કામ કરી રહ્યું છે. તે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ રોગો સામે લડવામાં અને ઉપચાર કરવામાં મદદ કરી શકે છે.


