- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પાંચમી જૂનથી સ્પેસમાં ફસાયેલી સ્થિતિમાં
- બોઈંગ અવકાશયાત્રી વગર યાન ધરતી પર લાવવાનો પ્રયાસ કરશે
- નાસા બંને અવકાશયાત્રીઓને સલામત રીતે પરત લાવવા ઘણા વિકલ્પો પર વિચારી રહ્યું છે
ભારતીય મૂળની અમેરિકી અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પાંચમી જૂનથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે. બંને અવકાશ યાત્રીઓ આઠ દિવસના ફલાઈટ ટેસ્ટ મિશન ઉપર આઈએસએસ પર ગયા હતા. પરંતુ આશરે બે મહિના પસાર થયા છતાં તેઓનું ધરતી પર આવવાનું શક્ય બન્યું નથી. જેથી નાસાની ચિંતા પણ વધી ગઈ છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્ટારલાઈનર વિમાનથી અવકાશ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ વિમાનમાં ટેક્નિકલ ખામીને લીધે બંને અવકાશ યાત્રી હવે ત્યાં ફસાઈ ગયા છે છતાં નાસા બંનેને સલામત રીતે પરત લાવવા ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
સ્ટારલાઈનરનું શું થશે?
બંને અવકાશ યાત્રીઓનું ધરતી પર આવવાને લઈ નાસાના અધિકારીઓ પહેલાથી કહી ચુક્યા છે તે તેઓ સ્પેસએક્સના ડ્રેગન યાનથી પરત લાવવા અંગે વિચાર કરી રહ્યા છે. આવામાં સવાલ ઉઠે છે કે જો સ્ટારલાઈનરથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું પરત આવવું શક્ય નથી તો સ્ટારલાઈનરનું શું થશે? શું તે અવકાશમાં કાટમાળ બનીને રહી જશે? અથવા પછી તેની ફરીથી લાવવું શક્ય બનશે?
બોઈંગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્ટારલાઈનર એરક્રાફટ કોઈપણ અવકાશયાત્રીને ધરતી પર પરત લાવવા સક્ષમ છે. જો અમેરિકી સ્પેસ એજન્સી ક્રુ9 મિશન હેઠળ ડ્રેગન યાનથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું ધરતી પર પરત લાવવાનો નિર્ણય કરે તો બોઈંગ આના કોઈપણ યાત્રી વગર પરત લાવવાનો પ્રયાસ કરશે. જો કે સ્ટારલાઈનરની ટેક્નિકલ ખામી સંપૂર્ણ રીતે દૂર નહિ થાય તો આ કેપસ્યૂલ પૃથ્વીના વાયુમંજળમાં સળગી શકે છે.
સ્ટારલાઈનર અવકાશયાનમાં પાંચ જગ્યાએથી હિલીયમ લીકેજ અને થ્રસ્ટર નિષ્ફળતાઓ હતી. જો આ સમસ્યા ચાલુ રહે છે, તો તે પૃથ્વી પર પાછા ફરતી વખતે અવકાશમાં કાયમ માટે ખોવાઈ શકે છે. તેથી જ નાસા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પાછા લાવીને કોઈ જોખમ લેવા માંગે છે.
સ્પેસમાં સ્ટારલાઈનર કાટમાળ થઈ જશે?
બોઈંગનું સ્ટારલાઈન વિમાન આ સમયે આઈએસએસના ડોકિંગ પાર્ટ પર છે અને પરત લાવવા માટે આની પર ભરોસો કરી શકાય તેમ નથી. જો કે નાસાના ક્રૂ9 મિશનથી પહેલવા આને આઈએસએસથી અનડોક કરવા જરૂરી છે. આવામાં નાસાના વલણને જોતા એવું મનાઈ રહ્યું છે કે બોઈંગ કોઈપણ અવકાશયાત્રી વગર જ આ યાનને પરત લાવવાનો પ્રયાસ કરશે પરંતુ પોતાના પ્રથમ મિશનમાં ખરાબ રીતે નિષ્ફળ થતા આ યાન ધરતી પર પરત લાવવામાં સફળ થશે કે નહીં?
કઈ રીતે સુનિતા વિલિયમ્સ-વિલ્મોર પરત આવશે?
નાસા પોતાના બે અવકાશ યાત્રીઓને ધરતી પર પાછા લાવવા ઘણા વિકલ્પો પર વિચારી રહ્યું છે. આમાં એક વિકલ્પ એલન મસ્કના સ્પેસએક્સના યાનથી હોવાનું છે. આનાથી સ્પેસએક્સના ડ્રેગન કેપસ્યૂલનો ઉપયોગ કરી બંનેને ધરતી પર પાછા લાવી શકાય છે. પરંતુ ત્યારબાદ ઘણા મહિનાઓની વાટ જોવી પડી શકે છે.
નાસા ક્રૂ-9 મિશનથી ચાર અવકાશ યાત્રીઓને ડ્રેગન કેપસ્યૂલથી આઈએસએસ પર મોકલવાનો હતો. પરંતુ હવે તે શક્ય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આ મિશનમાં સામેલ કરવામાં આવે. જો આવું થાય તો નાસાના ક્રૂ-9 મિશન માટે ધરતીથી બે જ અવકાશયાત્રીઓને આઈએસએસ પર મોકલશે, અને ત્યાં અગાઉથી રહેલા સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર આ મિશનના હિસ્સા બની જશે. પરંતુ આ મિશન સાથે સંકળાયા પછી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું ધરતી પર પાછા ફેબ્રુઆરી 2025 સુધી શક્ય થશે.


