- ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને આંખની સમસ્યા
- નાસા પણ સુનિતાની આ સમસ્યાથી નવા વિકલ્પની શોધ કરી રહ્યું છે
- હવે અવકાશયાત્રીઓને ધરતી પર લાવવા નાસા સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરે તેવી શક્યતા
ભારતીય મૂળની અમેરિકી અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનથી ધરતી પર કયારે પરત ફરશે આને લઈ અત્યારે કોઈ નક્કી તારીખ નથી સામે આવી. ઘણા અનુમાનો લગાવવામાં આવી રહ્યા , પરંતુ આ દરમિયાન નાસા એક નવી સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે અને તે છે સુનિતા વિલિયમ્સની તબિયતને લઈ ચિંતિત છે.
કથિત રીતે સુનિતા વિલિયમ્સને સ્પેસ સ્ટેશનમાં આંખોની રોશનીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનું કારણ માઈક્રોગ્રેવિટીમાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી છે. સ્પેસફલાઈટ એસોસિએટેડ ન્યૂરો ઑકુલર સિંડ્રોમના રૂપમાં જાણીતી આ સમસ્યા શરીરમાં ફલૂઈડ ડિસ્ટ્રીબ્યૂશનને અસર કરે છે. જેનાથી આંખોની રોશનીમાં સમસ્યા આવે છે અને ધૂંધળું તેમજ આંખોની ડિઝાઈનમાં ફેરબદલ આવે છે. સુનિતા વિલિયમ્સની કીકી અને રેટિના તેમજ લેંસ તાજેતરમાં સ્કેન કરાયા છે જેથી તેની સ્થિતિની ગંભીરતાનું મૂલ્યાંકન કરી શકાય.
નાસા વિકલ્પની શોધમાં
સુનિતા વિલિયમ્સ અને તેના સહયોગી બુચ વિલ્મોર વર્તમાન સમયમાં આંતરરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં છે. તેઓની ધરતી પર પરત આવવાનું બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફટ હતું પરંતુ છેલ્લી ઘડીએ ટેક્નિકલ ક્ષતિને લીધે તેઓ ધરતી પર ન આવી શક્યા. એજન્સી એક વિકલ્પ પર વિચાર કરી રહી છે. તે અવકાશયાત્રીઓને ઘરે લાવવા સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરી શકે છે.
મળતી માહિતી અનુસાર, સપ્ટેમ્બર-2024 માટે નક્કી ક્રૂ ડ્રેગન મિશન સંભવિત રીતે વિલિયમ્સ અને વિલ્મોરના અવકાશમાં પાછા ફરવાનો માર્ગ મોકળો થઈ શકે છે. જો આમ થશે તો બંને યાત્રીઓ દ્વારા અવકાશમાં વિતાવેલો સમય વધુ વધશે. શરૂઆતના દિવસોમાં આ સમય આઠ દિવસનો હતો, પરંતુ હવે ધીમે-ધીમે તે આઠ મહિનાનો થશે. ક્રૂ ડ્રેગન ફેબ્રુઆરી-2025માં પૃથ્વી પર પાછા ફરશે, અને જો આ રીતે કામ કરશે, તો બોઈંગનું સ્ટારલાઈનર ક્રૂ વિના પાછું આવશે, જેનું સંપૂર્ણ નિયંત્રણ કમ્પ્યૂટર્સ દ્વારા કરવામાં આવશે.
કંપનીની આબરુને મોટું નુકસાન થશે
સ્પેસએક્સના સ્પેસક્રાફટ પર સ્વિચ કરવું બોઈંગ માટે એક મોટો આંચકો સાબિત થશે. કારણ કે, બોઈંગને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના પ્રોજેક્ટમાં વિલંબ થયો છે અને આ ખૂબ મોંઘું સાબિત થઈ રહ્યું છે. એરોસ્પેસમાં દિગ્ગજ કંપની ઘણી ટેક્નિકલ સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. જો નાસા સ્પેસએક્સને પસંદ કરશે તો કંપનીની પ્રતિષ્ઠાને વધુ નુકસાન થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. નાસાના સામે સૌથી મોટો પડકારમાં એક સ્પેસસૂટ છે. બોઈંગના સ્ટારલાઈનર માટે ડિઝાઈન કરેલા સૂટ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન માટે યોગ્ય નથી. આનો અર્થ કે જો અકાશ યાત્રી ડ્રેગન પરત આવે તે તેને પોતાના સૂટ વગર આવું કરવું પડી શકે છે. જેનાથી સુરક્ષા સંબંધી ચિંતાઓ વધી શકે છે. નાસા આ મુદ્દાનો ઉકેલ કરવા કામ કરી રહ્યું છે અને તેના ક્રૂ-9 ડ્રેગન મિશનની સાથે વધારાના સ્પેસએક્સ ફલાઈટ સૂટ મોકલવા પર વિચાર કર્યો છે.


