- સુનિતા વિલિયમ્સ બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનનું સંચાલન દળની આગેવાની કરશે
- અવકાશમાં જવા સુનિતા વિલિયમ્સ બીજી જૂને રવાના થશે
- અગાઉની અવકાશ યાત્રા ટેક્નિકલ ખામીને લીધે રોકી દેવામાં આવી હતી
ભારતીય મૂળની અને અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ બોઈંગના સ્ટારલાઈનર અવકાશ યાનના સંચાલન દળનું નેતૃત્વ કરશે. આગામી મહિને સુનિતા ત્રીજીવાર અવકાશમાં જવા માટે તૈયાર છે. એક જૂનથી પાંચ જૂન વચ્ચે શરૂ થતી અવકાશ યાત્રામાં જશે. સુનિતા વિલિયમ્સની અગાઉની અવકાશ યાત્રા ટેક્નિકલ ખામીને લીધે છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવી હતી.
મિશન ક્યારે શરૂ થશે
યુનાઈટેડ લોન્ચ એલાયન્સ કેનેડી સ્પેસ સેન્ટરથી શનિવાર, 1 જૂને બપોરે 12.25 કલાકે એટલાસ વી રોકેટ અને બોઈંગ સ્ટારલાઈનર અવકાશયાન લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ફ્લાઇટનો બીજો પ્રયાસ રવિવાર, 2 જૂનના રોજ અને બીજો પ્રયાસ 5 જૂન, બુધવારના રોજ કરવામાં આવશે અને ત્રીજો પ્રયાસ 6 જૂન, ગુરુવારે કરવામાં આવશે.
સુનિતા વિલિયમ્સ ઈતિહાસ રચવા તૈયાર છે
ડૉ.દીપક પંડ્યા અને બોની પંડ્યાની પુત્રી 58 વર્ષની સુનીતા વિલિયમ્સ ફરી એકવાર ઈતિહાસ રચશે. તે વર્ષ-2006 અને વર્ષ-2012માં બે વખત અવકાશમાં જઈ ચુકી છે. વિલિયમ્સે બે મિશનમાં કુલ 322 દિવસ અવકાશમાં વિતાવ્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. તેણીએ સાત સ્પેસવોકમાં 50 કલાક અને 40 મિનિટ વિતાવીને મહિલા અવકાશયાત્રી દ્વારા સૌથી વધુ સ્પેસવોક સમયનો રેકોર્ડ બનાવ્યો હતો.
બીજી અવકાશ ઉડાન વર્ષ-2012માં થઈ હતી
સુનિતાએ 14 જુલાઈ 2012ના રોજ બીજી અવકાશ ઉડાન ભરી હતી. પછી તે ચાર મહિના સુધી અવકાશમાં રહી. સુનિતાએ 50 કલાક 40 મિનિટ સ્પેસવોક કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સુનિતા વિલિયમ્સે અવકાશ યાત્રામાં ભગવાન ગણેશની મૂર્તિ, ઉપનિષદો અને સમોસા પણ સાથે લીધા હતા. તેમનું બીજું મિશન 18 નવેમ્બર, 2012 ના રોજ સમાપ્ત થયું.


