અંતરિક્ષમાંથી ધરતી પર આવી ગયા પછી પણ સુનિતા વિલિયમ્સ લગભગ એક મહીના સુધી ઘરે નહીં જઈ શકે. પતિને પણ મળી શકશે નહીં. કારણકે તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે એવી જગ્યાઓ પરથી પસાર થવું પડ્યું છે જ્યાં તેમને અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. ફરીથી ફીટનેસ પર ફોકસ કરવું પડશે. લગભગ તેમણે ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન કરતા વધારે મહેનત આગળના કેટલાક અઠવાડિયા સુધી ધરતી પર કરવી પડશે.
અંતરિક્ષમાંથી પાછા આવ્યા બાદ એસ્ટ્રોનોટ્સની કાળજી લેવાથી માંડીને તેમના ઘર સુધી જવામાં કેટલીક પ્રોસેસમાંથી પાસ થવું પડે છે. જે વૈજ્ઞાનિક પ્રોટોકોલ પર આધારીત હોય છે. આ પ્રક્રીયા નાસા અને સ્પેશએક્સ જેવા સંગઠનો દ્વારા કરવામાં આવે છે. જેના કારણે તેઓ અંતરિક્ષમાંથી પાછા આવ્યા બાદ એસ્ટ્રોનોટ્સ ઘણા દિવસો સુધી અને ઘણી વખત તો બે થી ચાર અઠવાડિયા સુધી ઘરે જઈ શકતા નથી અને પોતાની નોર્મલ લાઈફ પણ શરુ કરી શકતા નથી.
જ્યારે તેમને અંતરિક્ષ યાનમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે…
જ્યારે અંતરિક્ષ યાન સ્પેશમાંથી ધરતી પર પાછુ ફરે છે ત્યારે કોઈ જગ્યા પર ઉતરે છે તેને સ્પલેશડાઉન કહેવામાં આવે છે. સ્પેશએક્સ ડ્રેગન કેપ્સૂલમાં પણ આ જ થયું હતું. જેવું તે સ્પલેશડાઉન થયું તો રિકવરી ટીમે તરત જ સુનીતા વિલિયમ્સ અને અન્ય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢ્યા. પછી તેમનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું. અંતરિક્ષયાત્રીઓને તરત જ એર રિકવરી જહાજમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમનો ફિઝિકલી ટેસ્ટ કર્યો, જેમાં બ્લડ પ્રેશર, હાર્ટ બીટ્સ અને ગુરુત્વાકર્ષણને કારણે તેમના શરીરમાં થતા ફેરફારો ચેક કરવામાં આવ્યા.
પછી ક્યાં લઈ જવામાં આવે છે?
સ્પેશએક્સ કેપ્સૂલમાંથી ઉતર્યા પછી અંતરીક્ષયાત્રીઓને હેલિકોપ્ટર મારપથે ફ્લોરિટાના કેનેડી સ્પેશ સેન્ટરની પાસે મેડિકલ ચેક-અપ માટે લઈ જવામાં આવે છે. અહીં તેમને કેટલાક કલાક અથવા એક દિવસ માટે રાખવામાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે જેથી એવું નક્કી કરી શકાય કે તેઓ ફરીથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વચ્ચે રહેવા સક્ષમ છે. અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહેવાને કારણે તેમના હાડકા અને માંસપેશીઓ પર અસર પડે છે. જેને સંતુલનમાં લાવવા માટે કસરત કરાવવામાં આવે છે.
સુનિતા વિલિયમ્સ ક્યારે ઘરે જઈ શકશે?
ક્રુ -10 જેવા મિશન માટે, જે ISS સાથે જોડાયેલુ છે, જેમ સુનિતા વિલિયમ્સનું થયું હતું તો તેમાં ઓછામાં ઓછા 15 દિવસ તો ઘરે જવામાં જ લાગી જાય છે. તેમણે ફ્લોરીડામાં કેટલાક કલાકો વિતાવ્યા પછી હ્યૂસ્ટનમાં એકથી બે અઠવાડિયા રહેવું પડશે. તેઓ માર્ચના અંત સુધીમાં કે એપ્રિલની શરૂઆતમાં તેમના ઘરે પરત ફરી શકે છે.


