- લાસ વેગાસની નેવાડા જિલ્લા કોર્ટમાં બની વિચિત્ર ઘટના
- મહિલા જજના ચુકાદાના વિરોધમાં આરોપીએ કરી હરકત
- જજ પર આરોપી યુવક કૂદીને હુમલો કર્યો, જજ ઘાયલ
આમ તો કોર્ટમાં જ્યારે પણ જજ ચુકાદો આપતા હોય ત્યારે આરોપીથી લઈ દરેક ચુપચાપ આ ચુકાદાને સ્વીકારી લેતા હોય છે. અથવા કેસને ઉપરની કોર્ટમાં ચુકાદાને પડકારવાનો નિર્ણય લેવાય છે. પરંતુ અમેરિકાના લાસ વેગાસના નેવાડામાં કોર્ટ રૂમમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોર્ટ રૂમમાં જજે ચુકાદો આપ્યો કે આવેશમાં આવી ગુનેગારે જિલ્લા કોર્ટના જજ પર હુમલો કરી દીધો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે જજે ચુકાદો આપી રહી હતી. આ દરમિયાન આરોપી ગુસ્સામાં આવીને જજ પર હુમલો કરી દીધા હતો. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છે કે વકીલે જજને પોતાના અસીર માટે ફેરવિચારણાની માંગ કરી ત્યારે આની પર ટિપ્પણી કરતા મહિલા જજે કહ્યું કે હવે મને લાગે છે કે આરોપીએ હવે બીજું કશુંક જોવું જોઈે. ત્યારે વાયરલ વીડિયોમાં આરોપી જજને અપશબ્દો બોલતા ચીસો પાડતો સાંભળી શકીએ છીએ. બાદમાં તે મહિલા જજ પર તૂટી પડયો અને સીધા જ જજ પર પડયો. જેથી મહિલા જજ સીધી જમીન પર પછડાઈ હતી. સરકારી નિવેદન પ્રમાણે જજે હુમલા દરમિયાન આોપીને કાબૂ કરનાર તમામ લોકોની વીરતાની પ્રસંશા કરી. મહિલા જજે કહ્યું કે કોર્ટ એક સુરક્ષિત કોર્ટ હાઉસ અને કોર્ટ રૂમ પ્રતિબદ્ધ છે. અમે પોતાના તમામ પ્રોટોકોલની સમીક્ષા કરી રહ્યા છીએ. જો કે જજને થોડી ઈજા આવી હતી અને હોસ્પિટલ ખસેડાઈ હતી. જજ પર હુમલો કરનાર આરોપીના માર્શલને પણ ઈજા થઈ હતી.


