- સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બળકૃષ્ણને ફટકારી અવમાનનાની નોટિસ
- બીમારીઓની કાયમી સારવારની ભ્રામક જાહેરાતો પર માંગ્યો જવાબ
- સુપ્રીમ કોર્ટે પતંજલિની તમામ પ્રકારની જાહેરાતો પર લગાવ્યો પ્રતિબંધ
પતંજલિ આયુર્વેદની જાહેરાતો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું લીધું છે. સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બળકૃષ્ણને અવમાનનાની નોટિસ જાહેર કરી છે. કોર્ટે બીમારીઓની સારવારને લઈને ભ્રામક જાહેરાતો પર જવાબ માંગ્યો છે. કોર્ટે સવાલ કર્યો છે કે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે જાહેરાતોમાં છપાયેલ ફોટાના આધારે આ નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે પતંજલિની જાહેરાતો પર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારની જાહેરાતો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર આંખ આડા કાન કેમ કરીને બેઠી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે કહ્યું કે સરકારે તાત્કાલિક કેટલાક પગલાં લેવા પડશે.
સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદના ડાયરેક્ટરને કારણ દર્શક નોટિસ ફટકારીને સવાલ કર્યો છે કે તેમની સામે કોર્ટની અવમાનનાનો કેસ કેમ દાખલ કરવામાં ન આવે. કોર્ટે આ મામલે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે બીમારીઓની સંપૂર્ણ સારવારનો દાવો કરતી પતંજલિની મેડિકલ પ્રોડક્ટ્સની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે કે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે કર્યો સવાલ: અમે ના પાડી હતી?
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતંજલિ આયુર્વેદની જાહેરાતોમાં કાયમી રાહત શબ્દ પોતે જ ભ્રામક અને કાયદાનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે આજથી તમે કોઈ ભ્રામક જાહેરાત નહીં આપે અને પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ આવી જાહેરાત નહીં આપો. સુપ્રીમ કોર્ટે કહ્યું, તમે એલોપેથી પર કેવી ટિપ્પણી કરી, જ્યારે અમે તેને નકારી હતી? તેના પર પતંજલિએ કોર્ટને કહ્યું કે અમે 50 કરોડ રૂપિયાની રિસર્ચ લેબ બનાવી છે. તેના પર કોર્ટે પતંજલિને કહ્યું છે કે તમે માત્ર સામાન્ય જાહેરાતો જ આપી શકો છો.
અમે ભ્રામક જાહેરાતો ચલાવી નહીં લઈએ: કેન્દ્ર સરકાર
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે બે લોકોને પક્ષકાર બનાવશે. જેમની તસ્વીરો જાહેરાત પર છે. તેમને નોટિસ આપવામાં આવશે. તેમને વ્યક્તિગત રીતે પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. કોર્ટે કહ્યું કે અમે એ નથી જાણવા માંગતા કે કોણ શું છે? અમે પક્ષકાર બનાવીશું. કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે અમે કોઈપણ પ્રકારની ભ્રામક જાહેરાત સહન નહીં કરીએ, પછી તે કોઈપણ કેમ ન હોય.


