- મધ્યપ્રદેશ હાઈકોર્ટે 11 માર્ચે ASIને ભોજશાળા પરિસરમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો
- હાઈકોર્ટના આદેશને પડકારતાં મૌલાના કમાલુદ્દીન વેલ્ફેર સોસાયટીએ સુપ્રીમમાં અરજી કરી
- ASI ધાર શહેરની વિવાદાસ્પદ ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ પરિસરમાં પુરાતત્વીય સર્વે કરે છે
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા સંકુલમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેને રોકવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે 1 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન આ કેસમાં તમામ પક્ષકારોને નોટિસ જારી કરી હતી.
સર્વે દરમિયાન પરિસરમાં ખોદકામનું કામ ન કરવું જોઈએ
ASI સર્વે સામેની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભોજશાળા સંકુલમાં ખોદકામ પર પ્રતિબંધ મૂક્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સર્વે રિપોર્ટના આધારે તેની પરવાનગી વિના કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે સર્વે દરમિયાન પરિસરમાં ખોદકામનું કામ ન કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે ASIના સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો
ભોજશાળા કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને આદેશ બાદ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આજે ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન ASIના સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો છે. અમને હજુ સુધી ઓર્ડરની કોપી મળી નથી, કોપી મળ્યા બાદ બાકીની વાત કરીશ.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે 11 માર્ચે ASIને ભોજશાળા પરિસરમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો
મધ્યપ્રદેશ હાઈકોર્ટે 11 માર્ચે ASIને ભોજશાળા પરિસરમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ આદેશને પડકારતાં મૌલાના કમાલુદ્દીન વેલ્ફેર સોસાયટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. એએસઆઈની ટીમ 22 માર્ચથી મધ્યપ્રદેશના ધાર શહેરની વિવાદાસ્પદ ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ પરિસરમાં પુરાતત્વીય સર્વે કરી રહી છે.


