સુરતના ઓલપાડના જોથાણ ગામની સીમામાં આવેલ અક્ષય રિસોર્ટમાં ચાલતું કુટણખાનું સુરત ગ્રામ્ય એલસીબી, ઓલપાડ અને એએચટીયું પોલીસની સયુંકત ટીમે ઝડપ્યું છે.
રિસોર્ટની ઉપરના રૂમોમાં આ કુટણખાનું ચાલતું
પોલીસની રેડમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રિસોર્ટની ઉપરના રૂમોમાં આ કુટણખાનું ચાલતું હતું. પોલીસના દરોડામાં થાઈલેન્ડની 8 યુવતી અને 8 ગ્રાહકો ઝડપાયા હતા. ઉપરાંત રિસોર્ટનો માલિક પણ ઝડપાયો છે, જ્યારે બે આરોપીઓ હાલ વોન્ટેડ છે.
કુટણખાનું મસાજ પાર્લરની આડમાં ચાલતું
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કુટણખાનું મસાજ પાર્લરની આડમાં ચાલતું હતું. રેડ દરમિયાન રોકડ રકમ, બે ફોરવહીલ, ત્રણ મોટરસાયકલ અને 13 નંગ મોબાઇલ્સ કબજે કરવામાં આવ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 20.62 લાખ છે.
પોલીસ તપાસ શરુ
પોલીસ આગળ તપાસને ઝડપથી આગળ વધારી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો—– Gandhinagar : રાજ્યના 56 PIને DySP તરીકે પ્રમોશન, 12 વાયરલેસ PIને પણ પ્રમોશન


