- સુરતની લાજપોર જેલમાં કેદીનું હાર્ટ એટેકથી મોત
- હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાની સંખ્યામાં ઝડપથી વધારો
- ભાવનગરના આધેડ મહિલાનું હાર્ટ એટેકથી મોત
ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે.
સુરતની લાજપોર જેલમાં કેદીનું હાર્ટ એટેકથી મોત
આજે સુરતની લાજપોર જેલમાં કેદીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં 62 વર્ષીય મગન પટેલનું હાર્ટ એટેકથી મોત થયુ છે. દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા મળી હતી. તેમજ મૃતક બિલિમોરાના ભોઈડા ગામનો રહેવાસી હતો. તથા ભાવનગરમાં હાર્ટ એટેકથી આધેડ મહિલાનું મોત થયુ છે. રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. ત્યારે હાર્ટ એટેક બાદ મહિલાને હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ત્યારે એક અઠવાડિયામાં હાર્ટ એટેકથી ત્રીજુ મોત થયુ છે.
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે ભાવનગરના રસાલા કેમ્પમાં રહેતી આધેડ મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. જેમાં એક સપ્તાહમાં હાર્ટ એટેકથી ત્રીજુ મોત નિપજતા શહેરમાં ભયનો માહોલ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે.


