- મકાનમાં ઇલેક્ટ્રિક ચેક કરવા ઘૂસી જઇને ત્રણ જણાનો નિર્લજ હુમલો
- યુવતીના માથાના વાળ ખેંચીને ત્રિપુટીએ માથાના વાળ ખેંચી ફટકારી હતી
- યુવતીએ વળતા પ્રહારમાં તેણીએ જયેશના હાથે બચકુ ભરી લીધુ હતુ
શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખતા પારલે પોઇન્ટની સોસાયટીમાં રહેતી અને ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીના ઘરે મકાનમાં ઇલેકટ્રીકસીટી ચેક કરવાના બહાને ત્રણ જણાએ પ્રવેશ કર્યો હતો.
ઉપરાંત યુવતીના માથાના વાળ ખેંચીને ત્રિપુટીએ માથાના વાળ ખેંચી ફટકારી હતી. 7 જુલાઇના રોજ મોડી રાતે જયેશ સહિત બે અજાણ્યા એમ ત્રણ જણા મકાનમાં ઇલેકટ્રીકસીટી ચેક કરવાનું હોવાનું કહીને તેણીના ભાડાના મકાનમાં પ્રવેશ કર્યો હતો. એ પછી જયેશ સહિતે યુવતીને અને તેની સ્ત્રી મિત્રોની હાજરીમાં ગાળો આપીને મકાન ખાલી કરવા ધમકી આપી હતી. જે મામલે યુવતીએ તેના ઇવેન્ટ મેનેજર સાથે વાત કરવાનું કહ્યુ હતુ, છતાં એકાએક ઉશ્કેરાયેલા જયેશ અને તેના બે સાગરિતોએ તેણીનું ટી શર્ટ પકડીને આજ તેરે કપડે નિકાલ કે તુ જે બતાતા હું કી મૈં કોન હું… એમ કહીને શારિરીક છેડતી કરી હતી. ઉપરાંત યુવતીના વાળ ખેંચીને માર માર્યો હતો, જેના વળતા પ્રહારમાં તેણીએ જયેશના હાથે બચકુ ભરી લીધુ હતુ. આ બનાવ અંગે યુવતીએ ઉમરા પોલીસ મથકમાં હુમલાખોર જયેશ અન્ય બે અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી છે.


