- નિલેશ કુંભાણી પહોંચ્યા ઉમરા પોલીસ સ્ટેશન
- ટેકેદારોના અપહરણની ફરિયાદ કરવા પહોંચ્યા કુંભાણી
- જગદીશ સાવલિયાના અપહરણની અરજી કરી
સુરતમાં આજે ચૂંટણીને લઈને ભારે રાજકારણ ગરમાયું છે. પહેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ થવા મામલે રાજકારણ ગરમાયા બાદ હવે નિલેશ કુંભાણી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણી ટેકેદારોના અપહરણની ફરિયાદ કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તો સાથે સાથે કોંગ્રેસના સિનિયર એડવોકેટ પણ સુરત પહોંચી ગયા છે.
ટેકેદારોનું અપહરણ કરાયાનો કુંભાણીનો આરોપ
સુરત કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવા મામલે તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે ફોર્મ રદ્દ થવા મામલે આજે જાહેરાત નહિ કરવામાં આવે. ફોર્મ મુદ્દે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. નિલેશ કુંભાણીનું કહેવું છે કે, તેમના ત્રણ ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કરવામાં આવેલ ટેકેદારોમાં રમેશભાઈ બાવચંદભાઈ પોલરા, જગદીશ નાનજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરૂભાઈ ધામેલિયાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેના બાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ હોવાની વાત વહેતી થઈ છે. કોંગ્રેસના ફોર્મ 7-8-9 14c સામે ડમી સામે વાંધો ઉભો થયો છે. ત્યારે હવે આ મામલે મોટી અપડેટ આવી છે કે આ મામલે હવે આવતી કાલે સવારે 9 વાગે સુનાવણી કરવામાં આવશે અને સવારે 11 વાગ્યાની આસપાસ ચુકાદો આપવામાં આવશે.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અંગે મોટો વળાંક
નિલેશ કુંભાણીએ કહ્યું કે મારૂ ફોર્મ રદ નતી થયુ,હુ મારા ટેકેદારો સાથે ઓફિસે આવ્યો છુ,ફોર્મને લઈ 4 વાગ્યા સુધીમાં જવાબ આપવાનો છે.મારા ટેકેદારો યોગ્ય ન હોવાની ભાજપે અધિકારીને રજૂઆત કરી છે.


