- શહેરના ઉધના વિસ્તારની આંગણવાડીમાંથી દારૂની ખાલી બોટલો મળી
- રાત્રે દારૂની મહેફિલ જામતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
- પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પર તમાચો
સુરત શહેરમાં દારૂબંધી જાણે કે લાગુ જ પડતી નથી, તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આ ઘટના બની છે. ઉધના વિસ્તારના વિજયનગરની આંગણવાડીમાં દારૂની બોટલો મળી આવી છે અને રાત્રે દારૂની મહેફિલ જામતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
રાત્રે દારૂની મહેફિલ જામતી હોવાનો આક્ષેપ
એક તરફ આંગણવાડીમાં નાના ભૂલકાઓ શિક્ષણ મેળવી રહ્યા છે તો બીજી બાજુ આંગણવાડીમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. કેટલાક અસામાજિક તત્વો રાત્રી દરમિયાન અહીં દારૂની મહેફિલ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ કેવા પ્રકારનું પેટ્રોલિંગ કરે છે તે પણ એક તપાસનો વિષય છે. અસામાજિક તત્વોએ પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પર તમાચો માર્યો હોય તેવો ઘાટ અહીં ઘડાયો છે અને વિદ્યાનું ધામ ગેરકાયદેસર પ્રવૃતિનો અડ્ડો બની ગયું છે.


