સુરત ફેમિલી કોર્ટે આજે 7 વર્ષીય બાળકીની દીક્ષા મામલે પિતાના હિતમાં ચૂકાદો આપ્યો છે. કોર્ટના આ ચુકાદા અનુસાર હવે બાળકીને દીક્ષા આપવામાં રોક લગાવવામાં આવી છે.
બાળકીની માતાને કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવું પડશે
કોર્ટના આ ચૂકાદા પ્રમાણે બાળકીની માતાને કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવું પડશે જેમાં સ્પષ્ટ રીતે લખવું પડશે કે તે દીક્ષા કરાવશે નહીં. આ એફિડેવિટને આધારે જ આગળ કાયદાકીય કાર્યવાહી થવાની છે.
દીક્ષા સંબંધિત કોઈ પણ પ્રક્રિયા એફિડેવિટ વિના આગળ નહિ વધી શકે.
અદાલતનું માનવું છે કે આ નિર્ણય બાળકીના હિતમાં લેવામાં આવ્યો છે અને બંને પિતા-માતા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. હવે દીક્ષા સંબંધિત કોઈ પણ પ્રક્રિયા એફિડેવિટ વિના આગળ નહિ વધી શકે.
આ પણ વાંચો—- Gujarat Police ની દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના ગુનેગારો સામે આક્રમક કાર્યવાહી, 3 મહિનામાં 6 આરોપી સામે ફાયરિંગની ઘટના


