- સુરતના માંડવીમાં એક્સેલેટર વાયર તૂટતા કાર બેકાબૂ બની
- કાર બેકાબૂ બનતા તાપી નદીમાં ખાબકી
- કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ
સુરતના માંડવીમાં આવેલ રિવરફ્રન્ટ નજીક એક મોટી ઘટના બની છે. માંડવીના રિવરફ્રન્ટ નજીક તાપી નદી પાસેથી સાંકડા માર્ગ પર કાર ચાલક પસાર થતો અને કારનું એક્સેલેટર વાયર અચાનક તૂટી જતાં કાર બેકાબુ બની હતી અને કાર નદીમાં ખાબકી હતી.
કારમાં સવાર 4 લોકો સમય સુચકતા વાપરી કૂદી ગયા
અચાનક કારના એક્સેલેટરનો વાયર તૂટી જતા કાર ચાલક ગભરાઈ ગયો હતો, કાર બેકાબૂ બનતા તાપી નદીમાં ખાબકી હતી, તે સમયે કારમાં 4 વ્યક્તિઓ સવાર હતા, જો કે તે કારમાં સવાર તમામ લોકોએ સમય સુચકતા વાપરી કારમાંથી કૂદી ગયા હતા અને ચારેય લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે આ ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને નદીમાંથી કાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ધંધૂકાના ફેદરા માર્ગ પર કાર 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી
ધંધૂકા ફેદરા માર્ગ પર થોડા દિવસ પહેલા સમી સાંજે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં વરસાદી પાણી ભરેલા 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોને ધંધૂકા હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
રાજકોટમાં ટાયર ફાટતા થયો હતો અકસ્માત
થોડા દિવસ પહેલા જ રાજકોટના ધોરાજીમાં કારના અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા હતા. જેમાં માંડાસણથી ધોરાજી તરફ જઈ રહેલી કારનો અકસ્માત થયો હતો. ભાદર ડેમમાં કાર ખાબકતાં 4 લોકોના મોત થયા હતા. તેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્થાનિકોમાં પણ શોક વ્યાપી ગયો હતો. જેમાં ત્રણ મહિલા, 1 પુરુષનું અકસ્માતમાં મોત થયુ હતુ.
માંડાસણથી ધોરાજી તરફ જઈ રહેલી કારનો અકસ્માત થયો હતો. જેમાં ચાલુ કારે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના ધોરાજી અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે. માંડાસણથી ધોરાજી તરફ પોતાની કાર લઈને આવતા ચાલુ કારે ટાયર ફાટતા કાર ભાદર ડેમમાં પડી ગઈ હતી.


